Ahmedabad News: કબૂતરબાજી રેકેટમાં 22 મહિનાથી ફરાર પંકજ પટેલ વારાણસીથી ઝડપાયો

કબૂતરબાજી રેકેટના સુત્રધાર ભરત પટેલ ઉર્ફે બોબીના સાગરિતને SMCની ટીમે 22 મહિના બાદ ઉત્તરપ્રદેશના વારાણસીના કિશન કટરા પાસે ગોલા દીનાનાથ વિસ્તારમાંથી ઝડપ્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 06 Nov 2024 09:38 AM (IST)Updated: Wed, 06 Nov 2024 09:38 AM (IST)
pankaj-patel-absconding-for-22-months-in-kabutarbaji-racket-arrested-from-varanasi-nine-day-remand-granted
HIGHLIGHTS
  • 22 મહિનાથી ફરાર પંકજ પટેલ વારાણસીથી ઝડપાયો
  • ઓફિસે સર્ચ કરતા નકલી પાસપોર્ટ સહિતનો જથ્થો મળી આવ્યો

Ahmedabad News: પી.કે.ને પકડવા માટે ઉત્તરપ્રદેશમાં બે દિવસ સુધી SMCની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. સોલા પોલીસ સ્ટેશનના ફેક પાસપોર્ટ કેસના ગુનામાં 22 મહિનાથી ફરાર આરોપીને પકડવા માટે 25,000 નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

નકલી પાસપોર્ટ મળ્યા

SMCની ટીમે ભરત પટેલને કબૂતરબાજી કેસમાં ઝડપી લીધા બાદ તેના ઘરે તેમજ ઓફિસે સર્ચ કરતા નકલી પાસપોર્ટ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. પાસપોર્ટનો જથ્થો મળી આવવા મામલે બોબી સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી.

પીકે પર ઇનામ જાહેર

આ ગુનામાં પંકજ પટેલનું નામ બહાર આવતા તેને ઝડપી લેવા રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. SMCની ટીમને બાતમી મળી કે, આરોપી વારાણસી ખાતે છુપાયો છે. પી.કે. વારાણસીના કિશન કટરામાં ગોલા દીનાનાથ વિસ્તારમાં હોવાની વિગતો મળતા તેને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી પાસપોર્ટ, બે મોબાઈલ ફોન, એક જીઓ કંપનીનું ડોંગલ, રૂપિયા 1090 ની રોકડ, બે યુ.એસ. ડોલર, હિસાબની ડાયરી અને ચબરખી વગેરે મળીને કુલ રૂપિયા 32090 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

નવ દિવસના રિમાન્ડ

સોલા પોલીસ સ્ટેશનના નકલી પાસપોર્ટ કેસમાં પકડાયેલા પંકજ પટેલને પોલીસે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આરોપીને નવ દિવસના તારીખ 11-11-2024 ના સુધી રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.