Nitin Nabin BJP Team: રોહન ગુપ્તાને શુભેચ્છા ના પાઠવવા પાછળ નીતિન પટેલનો જવાબ, કહ્યું- 'કંકોત્રી વિના કોઈના લગ્નમાં ના જવાય ને..'

ભાજપની નવી ટીમમાં રોહન ગુપ્તાને શુભેચ્છા ન આપવા મુદ્દે નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે રોહન ગુપ્તા સાથે વ્યક્તિગત પરિચય ન હોવાથી તેમનું નામ સંદેશમાં નહોતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Aug 2026 06:09 PM (IST)Updated: Wed, 19 Aug 2026 06:09 PM (IST)
nitin-nabin-bjp-team-nitin-patel-clarifies-why-he-excluded-rohan-gupta-from-wishes

Nitin Nabin BJP Team: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન દ્વારા સંગઠનમાં મોટા ફેરફાર કરવા સાથે પોતાની નવી ટીમ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતના 4 નેતાઓને પણ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એવામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 4 પૈકી માત્ર 3 નેતાઓને જ શુભેચ્છા સંદેશ પાઠવીને કોંગ્રેસમાંથી આવેલા રોહન ગુપ્તાનો ઉલ્લેખ ના કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. આખરે નીતિન પટેલે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને શુભેચ્છા ના પાઠવવાનું કારણ જણાવતા નીતિન પટેલે જણાવ્યું કે, મારે રોહન ગુપ્તા સાથે વ્યક્તિગત પરિચય નથી. હું ક્યારેય તેમને મળ્યો નથી અને તેઓ પણ મને મળ્યા નથી. આથી મેં મારા શુભેચ્છા સંદેશમાં તેમનું નામ નહતું લખ્યું. કંકોતરી વિના કોઈના લગ્નમાં તો ના જવાય ને. આ સિવાય બીજુ કોઈ કારણ નથી.

Rajkot: માતા-પિતાના વિયોગમાં પુત્રનો ઝેરી પાવડર ફાકી આપઘાત, બે માસમાં એક જ ઘરમાંથી ત્રણ અર્થી ઉઠતા પરિવારમાં કલ્પાંત

કોંગ્રેસી મૂળના રોહન ગુપ્તાની ભાજપના રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂંક

2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી અમદાવાદ પૂર્વની બેઠક પર રોહન ગુપ્તાને પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ તેઓ ભાજપમાં ભળી ગયા હતા અને તેમને મીડિયાના પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

તાજેતરમાં જ નીતિન નવીને પોતાની ટીમમાં ગુજરાતના 4 નેતાઓને સામેલ કર્યાં છે. જેમાં ભાજપ યુવા મોર્ચના અધ્યક્ષની જવાબદારી વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને સોંપવામાં આવી છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય વર્ષા દોષી, અમદાવાદ શહેરના પૂર્વ અધ્યક્ષ જગદીશ પટેલ ઉપરાંત રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવી છે.