Nitin Jani Wedding Album: ગુજરાતભરમાં સેવાકીય કામ કરી લોકપ્રિય બનેલા અને ખજૂરભાઈના નામથી જાણિતા નીતિન જાનીએ લગ્ન કરી લીધા છે. તેઓએ ગઈકાલે સાવરકુંડલા સ્થિત મીનાક્ષી દેવ સાથે પ્રભૂતામાં પગલા માંડ્યા છે. લગ્નની સુંદર તસવીરો નીતિન જાનીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
નીતિનભાઈના લગ્નની વાત વાયુવેગે ફેલાઈ જતા ગુજરાતભરમાંથી લોકો તેમને લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે. આ લગ્ન અમરેલીના સાવરકુંડલામાં ભવ્યાતીભવ્ય રીતે સંપન્ન થયા હતા. નીતિનભાીનો વરઘોડો જ એટલો ભવ્ય હતો કે ન પૂછો વાત. રાજા મહારાજાના લગ્ન જેવા દ્રશ્યો સર્જાયા હતા.
જુઓ લગ્નની સુંદર તસવીરો.
ઘર વિહોણા ગરિબ લોકોને ખજૂરભાઈ પોતાના પૈસાથી મકાન બનાવી આપે છે. માત્ર મકાન જ નહીં પરંતુ ઘરમાં જરૂરી તમામ વસ્તુઓ પણ તેઓ વસાવી આવે છે.
આ સેવા કાર્યથી જ ખજૂરભાઈને ગુજરાતભરમાં લોકપ્રિયતા મેળવી છે. ખજૂરભાઈને ઘર બનાવવામાં અનેક લોકો મદદ કરવા પણ આગળ આવે છે.
મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામની રહેવાસી છે. તેના પિતા કિશોરભાઈ દવે સરકારી નોકરી કરે છે. કિશોરભાઈને 4 સંતાન છે તેમાં ત્રણ દિકરીઓ અને એક પુત્ર છે.
નીતિન પટેલ અને મીનાક્ષી દવેની પ્રથમ મુલાકાત દોલતી ગામમાં જ થઈ હતી.
નીતિન જાનીનો વરઘોડો એટલો ભવ્ય રીતે નિકળ્યો હતો કે ન પૂછો વાત, નાસિક ઢોલે માહોલ બનાવ્યો હતો.
લગ્નના વરઘોડામાં 4 ઘોડા હતા, મહેમાનો જેટલા હતા તેનાથી અનેકગણા નીતિન જાનીના ચાહકો ઉમટી પડ્યા હતા. સાથે ફોટો પડાવવા માટે પડાપડી કહી હતી.
લગ્નમાં મીનાક્ષી દવે ખુબજ ખુસ અને સુંદર દેખાતી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
