ગરબાપ્રેમીઓ માટે ગુડ ન્યૂઝ: હવે નવરાત્રિમાં નહીં થાય રખડપટ્ટી, આ રીતે 'એક જ ક્લિક' પર મળશે ગરબા લોકેશન અને A to Z માહિતી

રાજેશ હડિયાએ તમામ ગરબાપ્રેમીઓ માટે 'Nearby Navratri' નામની એક તદ્દન મફત અને સરળ વેબસાઇટ તૈયાર કરી છે. આ વેબસાઇટના માધ્યમથી દેશભરના તેમજ ગુજરાતના કોઈપણ શહેરમાં થતા ગરબાના આયોજનોને એક જ ડિજિટલ નકશા પર લાવી દેવામાં આવ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 12 Oct 2026 03:39 PM (IST)Updated: Mon, 12 Oct 2026 03:43 PM (IST)
nearby-navratri-free-website-to-find-garba-events-in-gujarat-surat-techie-rajesh-hadiya
નવરાત્રી (AI Photo)

Nearby Navratri List: નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થતાં જ ગરબાપ્રેમીઓ અને ખેલૈયાઓમાં એક જ ચર્ચા અને સવાલ સૌથી વધુ જોવા મળે છે. "આજે ગરબા રમવા ક્યાં જઈએ?" હાલના ડિજિટલ યુગમાં ગરબાના આયોજન અંગેની વિગતો અલગ-અલગ ટિકિટિંગ એપ્સ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને વોટ્સએપ ગ્રુપ્સમાં વેરવિખેર પડી હોય છે. આથી, યોગ્ય અને નજીકના સ્થળે થતા ગરબાની ચોક્કસ માહિતી મેળવવી ખેલૈયાઓ માટે મુશ્કેલ બની જતી હોય છે. આ વ્યવહારિક સમસ્યાના કાયમી અને સરળ ઉકેલ માટે સુરતના સોફ્ટવેર એન્જિનિયર અને કમ્યુનિટી બિલ્ડર રાજેશ હડિયાએ એક નવીન ડિજિટલ પહેલ કરી છે.

રાજેશ હડિયાએ તમામ ગરબાપ્રેમીઓ માટે 'Nearby Navratri' નામની એક તદ્દન મફત અને સરળ વેબસાઇટ તૈયાર કરી છે. આ વેબસાઇટના માધ્યમથી દેશભરના તેમજ ગુજરાતના કોઈપણ શહેરમાં થતા ગરબાના આયોજનોને એક જ ડિજિટલ નકશા પર લાવી દેવામાં આવ્યા છે.

naidunia_image

શું છે 'Nearby Navratri' અને તેના મુખ્ય ફીચર્સ?

આ વેબસાઇટનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો માટે ગરબાના સ્થળ શોધી પહોંચવાનું અત્યંત સરળ બનાવવાનો છે. આ પ્લેટફોર્મની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

  • એક જ નકશા પર તમામ વિગતો: વેબસાઇટ ઓપન કરતાની સાથે જ તમારી આસપાસ કે શહેરમાં યોજાતા નાના-મોટા ગરબાના સ્થળો નકશા પર જોવા મળે છે.
  • સંપૂર્ણ માહિતી એક સાથે: ગરબાનું ચોક્કસ સ્થળ, તારીખ, સમય, પાસ/ટિકિટની કિંમત અને ત્યાં પહોંચવાનો સીધો Map Route માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ થાય છે.
  • કોઈ એપ ડાઉનલોડ કે લોગિનની જરૂર નથી: આ વેબસાઇટ વાપરવા માટે મોબાઈલમાં કોઈ નવી એપ ડાઉનલોડ કરવાની કે આઈડી બનાવીને લોગિન કરવાની કોઈ ઝંઝટ નથી.
  • જાહેરાતમુક્ત અને તદ્દન ફ્રી: આ પ્લેટફોર્મ સેવાભાવથી બનાવવામાં આવ્યું છે, જેમાં કોઈ કમર્શિયલ જાહેરાતો (Ads) રાખવામાં આવી નથી.

શેરી, સોસાયટી અને મંદિરના ગરબા પણ ઉમેરી શકાશે

આ ડિજિટલ પહેલની સૌથી ખાસ વાત એ છે કે તેમાં માત્ર મોટા અને કોમર્શિયલ ગરબા જ નહીં, પરંતુ નાના પાયે યોજાતા શેરી, સોસાયટી કે મંદિરના પરંપરાગત ગરબાની વિગતો પણ સાંકળી શકાય છે.

કોઈપણ સ્થાનિક આયોજક કે સામાન્ય નાગરિક પોતાના વિસ્તારમાં યોજાતા ગરબાની વિગતો આ વેબસાઇટ પર ફ્રીમાં ઉમેરી શકે છે. આ રીતે લોકોના સહયોગ દ્વારા સમગ્ર ગુજરાતમાં યોજાતા નાના-મોટા તમામ ગરબાનો એક વિશાળ અને અત્યંત ઉપયોગી નકશો તૈયાર થઈ રહ્યો છે.

આપણો તહેવાર વધુ સરળ અને સુલભ બને તેવો પ્રયાસ

આ ડિજિટલ પહેલ વિશે વાત કરતા સોફ્ટવેર એન્જિનિયર રાજેશ હડિયા જણાવે છે કે, "એક ગુજરાતી તરીકે, આપણા સૌથી પ્રિય તહેવાર નવરાત્રિને વધુ લોકો માટે સરળ અને સુલભ બનાવવાનો આ મારો એક નાનકડો પ્રયાસ છે. ટેક્નોલોજીનો સાચો ઉપયોગ એ જ છે કે તે સામાન્ય માણસની રોજિંદી સમસ્યાઓનો સરળ ઉકેલ લાવે."

નવરાત્રિના આ ઉત્સવમાં જો તમે પણ તમારી નજીકના ગરબા શોધવા માંગતા હોવ અથવા તમારી સોસાયટીના ગરબા ઉમેરવા માંગતા હોવ, તો https://nearbynavratri.in વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.