નવરાત્રિ ગરબા આયોજકો માટે કડક સૂચના: AC ડોમ માટે ઓનલાઈન મેળવવી પડશે ફાયર NOC, જાણો તમામ નિયમો

અમદાવાદમાં નવરાત્રિ ગરબા આયોજકો અને AC ડોમ માટે ફાયર NOC મેળવવું ફરજિયાત. જાણો ઓનલાઇન અરજી, સોગંધનામું, જનરેટર અને ફાયર સેફ્ટીના તમામ કડક નિયમો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 02 Oct 2026 08:50 AM (IST)Updated: Fri, 02 Oct 2026 08:50 AM (IST)
navratri-2026-garba-ac-dome-fire-noc-rules-ahmedabad-fire-brigade

Navratri Garba Fire NOC Ahmedabad: નવરાત્રિના પવિત્ર તહેવારમાં હવે ખાનગી પાર્ટી પ્લોટ ઉપરાંત એસી ડોમમાં ગરબાનું આયોજન કરવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. પરંતુ આ વર્ષે ગરબા આયજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું કડક અને ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોન્ સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે, એસી ડોમ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ફાયર NOC લેવું ફરજિયાત છે.

ઓનલાઈન અરજી અને સ્થળ તપાસ

અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, ગરબા આયોજકોએ રાજ્યના ઓનલાઇન પોર્ટલ પર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ ફોર ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ એડિશનલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જઈને તપાસ કરશે. તમામ પુરાવાઓની હાર્ડ કોપી ચકાસીને NOC ઇશ્યૂ કરશે,

રુ.300ના સ્પેમ્પ પેપર પર સોગંધનામું

ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા માટે ગરબા આયોજકોએ રુ.300ના સ્ટેમ્પ પર ફોટો અને નોટરાઈઝ્ડ સોગંધનામુ જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત ગરબા મહોત્સવ શરુ કરતાં પહેલા પોલીસ, ટ્રાફિક વિભાગ અને મનપાના સંબંધિત વિભાગો પાસેથી પણ અલગથી NOC મેળવવી ફરજિયાત છે. ફાયર વિભાગના તમામ નિયમોનું ગરબા આયોજકોએ પાલન કરવું ફરજિયાત છે.તેમજ નિયમોનું પાલન ન કરનારા ગરબા આયોજકોને NOC અપાશે નહીં.

આયોજકો માટેસ જરૂરી ફાયર નિયમો

  • AC ડોમમાં ગરબાનું આયોજન કરનારા ગરબા આયોજકોએ એસી ડોમમાં ડીઝલ જનરેટરને સ્ટેજ અને મંડપથી 50થી 100 ફૂટ દૂર રાખવાનું રહેશે.
  • ઈલેક્ટ્રીક વાયરિંગમાં પીવીસી વાયરનો જ ઉપયોગ કરવાનો રહેશે અને ઇલેક્ટ્રિક એન્જિનિયર પાસેથી તેનું ચકાસણી સર્ટિફિકેટ લેવું પડશે.
  • ફાયર એક્સ્ટિંગ્વિશર (આગ બુઝાવવાના સાધનો) ઓપરેટ કરી શકે તેવા જાણકાર વ્યક્તિને સ્થળ પર હાજર રાખવા પડશે.
  • ઈમરજન્સી એક્ઝિટ ગેટ સરળતાથી સુલભ હોવા જોઈએ અને 'નો સ્મોકિંગ ઝોન' તેમજ એક્ઝિટના બોર્ડ સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવાના રહેશે
  • મંડપ કે ડોમમાં દર 10 રો અને 10 બેઠકો પછી ઓછામાં ઓછી 1.5 મીટર પહોળાઈનો રસ્તો રાખવો પડશે.
  • ગરબાના સ્ટ્રક્ચર કે ડોમની અંદર કોઈ પણ પ્રકારના સ્ટોલ બનાવી શકાશે નહી.
  • સ્ટેજની નીચે કે પાસે કોઈ જ્વલનશીલ પદાર્થો રાખવાની સખત મનાઈ કરવામાં આવી છે.
  • ગરબા આયોજકોએ ઈલેક્ટ્રિક લાઇટીંગ, બ્લબને જવલનશીલ સામગ્રીથી 15 સેમી દૂર રાખવાના રહેશે.
  • પંડાલમાં ગેસ સિલિન્ડર રાખવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
  • મંડપના સંચાલન હેતુ એક સ્વયંમસેવક રાઉન્ડ ધ ક્લોક રાખવાના રહેશે.
  • પંડાલમાં આગ જેવી કોઈ ઘટના સર્જાય તો 200 લીટર પાણી ભરેલા ડ્રમ કે રેતી ભરેલી ડોલો અચૂકપણે રાખવાની રહેશે.