Navratri 2026: ગુજરાત સહિત અમદાવાદમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. ત્યારે માઇભક્તો માતાની આરાધનાની સાથે ઉપાસના પણ કરતાં હોય છે. ઉપાસનામાં ફરાળ સાથે ફળોનું પણ સેવન સર્વાધિક કરાતું હોય છે. જેના લીધે ફ્રૂટ બજારમાં ફળોની ડિમાન્ડ ધીમે ધીમે વધી રહી છે. પરંતુ બજારમાં આવક ઘટતા ફળોના ભાવમાં વધારો થયો છે. નવરાત્રિ પહેલાંની સરખામણીએ જામફળ, સફરજન, ચીકુ જેવા ફળોના ભાવોમાં વધારો થયો છે.
ચીકુ અને સફરજનોના ભાવમાં વધારો
અમદાવાદની બજારોમાં ચીકુના ભાવમાં કિલોએ રુ.60નો વધારો થતાં ભાવ 130થી 150 થઈ ગયા છે. જ્યારે સફરજનના ભાવમાં રુ. 50નો ભાવ વધારો થયો છે. તેમજ બજારમાં તરબૂચના ભાવોમાં પણ ડબલ વધારો થયો છે.
નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, હાલ બજારોમાં ફળોની આવકમાં 15થી 30 ટકા ઘટાડો જોવા મળ્યો છે.
હવામાનની અસર વર્તાઈ-વેપારી
ગરમીના લીધે ફળો બગડી જતાં વેપારીઓને ખૂબ જ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન ફળોનું વિશેષ મહત્વ રહેલું છે. જેથી ચીકુ, જામફળ, સફરજન અને તરબૂચની માંગમાં વધારો થયો છે. જેની સામે વેપારીઓ પાસેથી પૂરતો સ્ટોક ન હોવાથી ફળોના ભાવ ઊંચા થયા છે. તેમજ હવામાન બદલાતા ઉત્પાદનમાં 50 ટકા ઘટા઼ડો નોંધાયો છે.
વેપારીના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે સફરજનની રોજની 30થી 35 ગાડીઓ આવતી. હાલ રોજની 15 ગાડીઓ જ આવે છે.
ફ્રૂટ પહેલાનો ભાવ વધીને ચીકુ 70થી 90 130-150 જામફળ 40થી 50 70થી 80 સિાલા સફરજન 140થી 160 180થી 200 કાશ્મીરી સફરજન 90થી 100 140થી 150 તરબૂચ 20 40
