Navodaya Vidyalaya Admission: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકો માટે આ શ્રેષ્ઠ તક છે. કારણ કે આની પ્રેવેશ પરીક્ષામાં મેરિટમાં આવનાર બાળકોને કોઈપણ ખર્ચ વગર શ્રેષ્ઠ શિક્ષણ ભારત સરકાર પૂરુ પાડશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 28 Jul 2025 04:42 PM (IST)Updated: Mon, 28 Jul 2025 04:42 PM (IST)
navodaya-vidyalaya-nvs-class-6-admission-2026-27-form-registration-process-link-website-documents-and-last-date-to-apply-online

Navodaya Vidyalaya Admission 2026-27: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માટે પ્રવેશ માટે ફોર્મ ભરવાનો 29 જુલાઈના રોજ છેલ્લો દિવસ છે. એટલે કે જેઓ હાલ ધોરણ પાંચમાં ભણી રહ્યા છે અને તેઓ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ છમાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેઓ ફોર્મ ભરી શકે છે.

વિના મુલ્યે શિક્ષણ પુરુ પાડવામાં આવશે

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકો માટે આ શ્રેષ્ઠ તક છે. કારણ કે આની પ્રેવેશ પરીક્ષામાં મેરિટમાં આવનાર બાળકોને કોઈપણ ખર્ચ વગર શ્રેષ્ઠ શિક્ષણ ભારત સરકાર પૂરુ પાડશે.

ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?

  • બાળકનું આધારકાર્ડ
  • બાળકનું જન્મનું પ્રમાણ પત્ર
  • જે સ્કૂલમાં ભણી રહ્યો હોય તે નિર્ધારિત ફોર્મમાં સ્કૂલના સહી સિક્કા જોઈશે.
  • બાળકનો ફોટો.
  • પિતાનું આધારકાર્ડ.
  • વિદ્યાર્થીની સહી, (કોરા કાગળમાં સહી કરી ફોટો પાડી લેવો અપલોડ કરવાનો હોય છે)
  • પિતાનો ફોટો અને તેની સહી.

જવાહર નવોદય વિદ્યાલય (JNV) એ ભારત સરકાર દ્વારા સંચાલિત નિવાસી શાળાઓનું નેટવર્ક છે, જે 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ શરૂ કરવામાં આવ્યું. આ શાળાઓ ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે.