Ahmedabad News:શ્રીરામ સેવા સંકલ્પની નવગતિ પહેલ અમદાવાદમાં 1000થી વધુ બાળકો અને પરિવારને આગામી પેઢીની પ્રતિભા,આકાંક્ષા અને અમર્યાદિત સંભાવનાની પ્રેરણાદાયી ઉજવણી માટે એકજૂટ કર્યા હતા. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોની સિદ્ધિઓને ઓળખીને, તેમને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાનો તથા બાળકોને આત્મવિશ્વાસ સાથે સપનાઓ પૂરા કરવા માટે આગળ વધવાની પ્રેરણા આપવાનો છે.
આ પ્રસંગે બાબુભાઈ જમનાદાસ પટેલ, MLA દાસક્રોઇ (અમદાવાદ) તથા સુદર્શન હોલા બાલન્દ, COO અને JMD, શ્રીરામ ફાઈનાન્સ એ હાજરી આપીને યુવા વિચારોને આગળ વધારવાનું મહત્વ, શૈક્ષણિક્ત આકાંક્ષાઓને ટેકો આપવા તથા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટેની તકો ઉભી કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
નવગતિ એ બાળકોની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે એક પ્લેટફોર્મ તરીકેની કામગીરી કરે છે, જે શિક્ષણ, પ્રોત્સાહન આપવાની સાથોસાથ સમુદાયના સહયોગનું મહત્વ પણ સમજાવે છે. આ વર્ષે દેશભરના 2 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ આ પહેલ હેઠળ શિષ્યવૃતિ મેળવી છે, જે એક દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત છે. ઉત્સાહી વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ભાગ લઈને અમદાવાદની આવૃતિને એક અર્થપૂર્ણ પ્રસંગ બનાવ્યો હતો, જેનાથી તે આગામી પેઢી માટે એક આશાસ્પદ ભવિષ્ય ઘડવા તથા પરિવારો અને સમુદાયોની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
નવગતિ જેવી પહેલ દ્વારા શ્રીરામ સેવા સંકલ્પ તેના સામુદાયીક જોડાણને મજબૂત બનાવવાની સાથોસાથ અર્થપૂર્ણ સામાજિક પ્રભાવ આગળ વધારવાનો ચાલુ રાખે છે. બાળકોને તે મોટા સપના જોવા તથા તેમની મહત્વકાંક્ષાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે, આ પહેલ દ્વારા તે યુવા મનને સશક્ત બનાવવા તથા સંભાવનાથી ભરેલા ભવિષ્યના નિર્માણના દૃષ્ટિકોણને પણ પ્રતિબિંબિત કરે છે.
