GSRTC News: ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ ડેપોથી GSRTCની 6 નવી બસ સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સોશિયલ મીડિયા પર ધારાસભ્ય હાર્દિક પટેલે કેટલીક તસવીરો શેર કરી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 12 Aug 2025 02:02 AM (IST)Updated: Tue, 12 Aug 2025 02:02 AM (IST)
mla-hardik-patel-flags-off-6-new-bus-services-from-viramgam-depot

GSRTC News: ધારાસભ્ય હાર્દિક પટેલે આજે વિરમગામ બસ ડેપો ખાતે છ જેટલી નવી બસોનું પ્રસ્તાન કરાવ્યું હતું. આ સાથે વિરમગામ ડેપોને છેલ્લે 2 વર્ષમાં 15 જેટલી બસો મળી છે.

આ અંગે ખુશી વ્યક્ત કરતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ અને વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના સહયોગને લીધે વિરમગામ ડેપોને છેલ્લા બે વર્ષમાં 15 નવી બસ મળી છે. આ બસોમાં વિમરગામથી દર શનિવારે સારંગપુરનો પણ તેમાં સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર ધારાસભ્ય હાર્દિક પટેલે કેટલીક તસવીરો શેર કરી હતી.

naidunia_image

તેમણે લખ્યું કે આજે વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીના સહયોગથી છેલ્લા બે વર્ષમાં 15 થી વધુ નવી બસો વિરમગામ ડેપોને મળી છે, વધતી બસ સેવા નગર તથાં ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરી માટે સુલભતા વધારશે અને લોક પરિવહન વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો લાવશે.

naidunia_image

આગામી દિવસોમાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ યાત્રા કરી શકે તે માટે તેને જોડતા રૂટો પર નવી બસો દોડાવવાની યોજના છે. જેમાં દર શનિવારે વિરમગામ થી સારંગપુરની સીધી બસ શરૂ કરાય તેવું આયોજન છે.

naidunia_image