પ્રદીપ મુખર્જી દ્વારા પરમાત્માનો સંદેશ પુસ્તકનું વિમોચન; માત્ર પરમાત્મા જ માનવોના જીવનમાં શાંતિ અને સરળતા લાવી શકે છે

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sat, 25 May 2024 01:47 PM (IST)Updated: Sat, 25 May 2024 01:47 PM (IST)
message-from-god-by-pradip-mukherjee-book-review-by-falguni-pathak

પરમાત્માનો સંદેશ ગુજરાતી પુસ્તક ( Message From God) એક પ્રસ્તાવ આપે છે, માનવ જાતિ ની પીડા અને વેદના ને હીલ (heal) કરવાનું. આ પુસ્તકનું વિમોચન પુસ્તકના લેખક પ્રદીપ મુખર્જી દ્વારા શાહ ઓડિટોરિયમમાં થયું હતું, જે ગુજરાતી સમાજના પ્રાંગણમાં સિવિલ લાઇન એરિયા , નેશનલ કેપિટલ માં આવેલ છે. આ પુસ્તક નો ગુજરાતી અનુવાદ શ્રીમતી ફાલ્ગુની પાઠક દ્વારા કરવામાં આવ્યો છે. પુસ્તકના વિમોચનના અવસરે મુખ્ય આદરણીય મહેમાન ડોક્ટર સોનલબેન માનસિંહ હતા. તેઓ પદ્મવિભૂષણ પુરસ્ક્રિત છે અને પાર્લામેન્ટ અને રાજ્યસભાના માનનીય સભ્ય પણ છે.

પ્રદીપ મુખર્જી અનુસાર મનુષ્ય જેમનો વિશ્વાસ કરે છે, પ્રાર્થના કરે છે તેઓ સત્ય પરમાત્મા નથી તેઓ કહે છે આપણી તમામ પીડા, વેદના, દુઃખ અને શારીરિક તકલીફો નું મૂળ કારણ તેવો જ છે જે અલગ અલગ ભગવાનને આપણે પૂજીએ છીએ. તેઓ પ્રાર્થનાની ચાહ કરે છે અને તેની સામે બ્રાહ્મક ભરોસો આપે છે, અને દરેક ધર્મ, અધ્યાત્મિકતા અને તત્વજ્ઞાનની રચના જ એવી રીતે થઈ છે કે સત્ય પરમાત્માનું અસ્તિત્વ ઉજાગર જ ના થાય કે આપણે સત્ય પરમાત્મા સાથે જોડાઈ શકીએ. આ પુસ્તક કોઈપણ આધ્યાત્મિકતા ધર્મ કે દિવ્યતા વિશે નથી.

naidunia_image

પ્રદીપજી જણાવે છે કે ધર્મ અને અધ્યાત્મિકતામાં મને કોઈ રસ નથી મને હીલિંગ( healing) માં રસ છે. હું શું કરી શકું મારી શારીરિક અને માનસિક બંને પીડાઓને હીલ ( heal) કરવા માટે, આટલું કહી તેઓ આગળ ઉમેરે છે કે મારું કાર્ય એની અચૂક પણે ખાતરી રાખવાનું છે કે પરમાત્માનો સંદેશ સમગ્ર માનવ જાતિ સુધી પહોંચે જે તેઓની રોજબરોજની જિંદગીમાં સરળતા અને શાંતિ લાવે.

પ્રદીપ મુખર્જીએ સ્વયંના પુસ્તકના વિમોચન વિશે જણાવ્યું કે “હું આ વિશ્વનો પ્રથમ લેખક છું જે કહે છે મારું પુસ્તક વાંચવાની કોઈ જરૂર નથી અને આપ આ પુસ્તકનો ઉપયોગ વાંચ્યા વગર કરો, માત્ર પુસ્તક સાથે આપ સૌ વાતચીત કરો અને આ પુસ્તક આપની જિંદગીમાં હીલિંગ (healing) લાવશે.”

વાસ્તવમાં આ પુસ્તક "Message From God" નાં તમામ વિષય વસ્તુઓના ત્રણ દિવસના વર્કશોપ શ્રી પ્રદીપ મુખર્જી દ્વારા સાત વર્ષ - ઓગસ્ટ 2023 સુધી લેવામાં આવ્યા હતા. આ પુસ્તક અંગ્રેજી હિન્દી તેલુગુ અને હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. જેમ કે પ્રદીપ સર કહે છે કે પુસ્તકમાં આપેલ વિષયનો વિશ્વાસ કરવાની જરૂર નથી. તેને બદલે માત્ર આપ તેને અજમાવી જુઓ. આ અવસરે પરમાત્મા ના હીલિંગ કાર્ડસ (cards) નું પણ દરેકને નિ:શુલ્ક વિતરણ થયું હતું જેથી વ્યક્તિઓ 30 દિવસ માટે તેને અજમાવી જોઈ શકે કે જીવન કેવું બદલાય છે.

પ્રદીપજી સ્વયં નાં અંતઃજ્ઞાનને લોકો સમક્ષ લાવવા માટે અમદાવાદથી દિલ્હી સુધી પ્રવાસ કર્યો તે માટે તેમનો આભાર માનતા SSLT ગુજરાત સ્કુલના ચેરમેન અને દિલ્હી ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ આચાર્યએ જણાવ્યું કે પ્રદીપ સર નો સંદેશો જે સમગ્ર મનુષ્ય જાતિને પીડા અને વેદનામાં રાહત આપવાનો છે અને તેઓ એ વિવિધ ભગવાનો વિશે કરેલી તેમની સ્પષ્ટતા તેમના હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ છે અને તેઓએ કહ્યું કે પ્રદિપજી એ સત્ય પરમાત્મા તરફ જવાની દિશા બતાવી છે અને આગળ ઉમેર્યું કે હું પણ વ્યક્તિગત રીતે 30 દિવસ માટે આ અજમાવી જોઇશ.