Maha Annakut Utsav:મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશિર્વાદથી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે ભવ્યતા અને દિવ્યતા સભર મહા અન્નકૂટ સ્વામિનારાયણ ભગવાનને ૨૨૫ કરતાં વધુ ભક્ષ્ય, ભોજય,લેહ્ય અને ચોસ્ય વાનગીઓનો ધરાવવામાં આવ્યો હતો. મહંત સદ્દગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ અન્નકૂટ આરતી ઉતારી હતી.આ પ્રસંગનો દેશોદેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લ્હાવો લીધો હતો.
ભક્તિ અને સમર્પણ સાથે અન્નકૂટમાં 56 ભોગ કે ઘણી બધી વાનગીઓ ભગવાનને ધરાવવા પાછળનો મુખ્ય હેતુ એ સ્વીકારવાનો છે કે આપણી પાસે જે કંઈ અન્ન, ધન, અને સુખ છે તે બધું જ ઈશ્વરની કૃપાથી મળેલું છે.
ભક્તો નિઃસ્વાર્થ ભાવે અને હૃદયના ભાવથી વાનગીઓ તૈયાર કરે છે, જેનાથી મનમાં રહેલો અહંકાર દૂર થાય છે અને સેવાભાવ જાગે છે.
પ્રભુને ધરાવેલો ભોગ પ્રસાદ બની જાય છે જેને સૌ ભક્તોમાં વહેંચવામાં આવે છે. આનાથી સમાજમાં ભાઈચારો, એકતા અને વહેંચીને જમવાની ભાવનાને મજબૂત બનાવે છે. જે આ છે અન્નકૂટ ઉત્સવની વિશેષતા છે.
