મધ્યપ્રદેશ સરકાર અને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ વચ્ચે ત્રીજી વાર નિઃશુલ્ક હૃદયરોગ સારવાર માટે MOU રિન્યુ કરાયા

‘દિલ વિધાઉટ બિલ’ તરીકે ઓળખાતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદ, છેલ્લા 25 વર્ષથી આરોગ્ય સેવા ક્ષેત્રે માનવતાની અનોખી સુગંધ ફેલાવી રહી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 28 Oct 2025 04:38 PM (IST)Updated: Tue, 28 Oct 2025 04:38 PM (IST)
madhya-pradesh-government-and-sri-sathya-sai-heart-hospital-renew-mou-for-free-heart-treatment

Sri Sathya Sai Heart Hospital: મધ્યપ્રદેશ સરકાર (નેશનલ હેલ્થ મિશન) અને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ વચ્ચે સમજૂતી કરાર (MOU) ત્રીજી વાર 9 ઑક્ટોબર, 2025 ના રોજ પુનઃનવિકરણ કરવામાં આવ્યો છે. આ અવસરે ડૉ. સલોની સાધના, મિશન ડાયરેક્ટર, નેશનલ હેલ્થ મિશન, મધ્ય પ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા મનોજ ભીમાણી, મેનેજિંગ ટ્રસ્ટી – શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ઉપસ્થિત રહ્યા હતા.

નિશુલ્ક સેવા પુરી પડાશે

આ કરાર અંતર્ગત 1000 જરૂરિયાતમંદ  હૃદયરોગી દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક હૃદય સારવાર પૂરી પાડવામાં આવશે. આ સહયોગ બંને સંસ્થાઓના નિઃસ્વાર્થ સમર્પણ અને માનવતાના ભાવને પ્રતિબિંબિત કરે છે. મધ્યપ્રદેશના જરૂરતમંદ નાગરિકો સુધી ઉચ્ચ ગુણવત્તાની હૃદય સારવાર પહોંચાડવાનો આ સંકલ્પ અનેક પરિવારો માટે જીવનદાયી સાબિત થશે.

આ ત્રીજું પુનઃનવિકરણ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ હજારો હૃદયો માટે નવી આશા, નવી ઉર્જા અને જીવનનું નવું અધ્યાય છે. આ ભાગીદારી દ્વારા અનેક દર્દીઓને નવું જીવનદાન મળશે અને તેમના ચહેરા પર સ્મિત પાછું લાવશે, એ જ આ સેવાનું સાચું ફળ છે.

‘દિલ વિધાઉટ બિલ’ તરીકે ઓળખાતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદ, છેલ્લા 25  વર્ષથી આરોગ્ય સેવા ક્ષેત્રે માનવતાની અનોખી સુગંધ ફેલાવી રહી છે.

આ રાજ્યમાં સારવાર આપવામાં આવશે

આ હોસ્પિટલ દ્વારા દેશના વિવિધ રાજ્યો ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ, આસામ, બિહાર, મધ્ય પ્રદેશ , ગુજરાત અને લેહ-લદ્દાખ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેના આધારે ત્યાંના હૃદયરોગી દર્દીઓને અહીં સંપૂર્ણપણે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

ગુજરાતની આ બે હોસ્પિટલોએ અત્યાર સુધી ભારતના તમામ રાજ્યોમાંથી અને દેશની કુલ વસ્તીના 60% થી વધુ ભાગમાંથી આવેલા હજારો દર્દીઓને જીવનદાન આપ્યું છે.