Loksabha eletion 2024: કોંગ્રેસે જાહેર કર્યા ગુજરાતની 7 બેઠકોના ઉમેદવાર, ગેનીબેન ઠાકોર, લલિત વસોયા અને અનંત પટેલને આપી ટિકિટ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 12 Mar 2024 06:24 PM (IST)Updated: Wed, 13 Mar 2024 07:56 AM (IST)
lok-sabha-election-2024-congress-announced-candidates-for-7-seats-of-gujarat-ganiben-thakor-lalit-vasoya-and-anant-patel-will-contest-election

Loksabha eletion 2024: લોકસભા ચૂંટણી 2024નો જંગ ગુજરાતમાં જામી રહ્યો છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે આજે પોતાની ઉમેદવારો બીજી યાદી જાહેર કરી છે. જેમાં 43 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાંથી ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે જાહેર કરવામાં આવેલા 6 ઉમેદવારોના નામમાં ગેનીબેન ઠાકોર, લલિત વસોયા અને અનંત પટેલેને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતની લોકસભાની 26 બેઠકોમાંથી 6 બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કચ્છમાં નિતિષ લાલન, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા, પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડ બેઠક પરથી અનંત પટેલને ટિકિટ આપવામાં આવી છે. દિવ-દમણ બેઠક પરથી કેતન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

આ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ
ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ બેઠકોમાં કોની કોની સામે લોકસભા ચૂંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. જેમાં પોરબંદરમાં મનસુખ માંડવિયા અને લલિત વસોયા વચ્ચે, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા સામે ભરત મકવાણા, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર, બારડોલીમાં પ્રભુ વસાવા સામે સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે જ્યારે કચ્છમાં વિનોદ ચાવડાની સામે કોંગ્રેસે નિતિષ લાલનને મેદાને ઉતાર્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.