Kinjal Rabari Kidnap Case: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા CBD મોલની બહાર પતિ સાથે જઈ રહેલી ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં કિંજલ રબારીએ ખુદ વીડિયો પોસ્ટ કરીને પોતે રાજીખુશીથી પોતાના મૂળ પતિ પાસે પરત ફરી હોવાનું જણાવ્યું છે.
મને પિયરમાં ગોંધી રાખવામાં આવી, જીવનું જોખમ જણાતા મેં પતિનો સંપર્ક સાધ્યો
કિંજલ રબારી પોતાના વીડિયોમાં જણાવી રહી છે કે, હું અશોક ચૌધરીની પત્ની છું, મેં ગત 2 મે, 2024ના રોજ અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી મેં મારા પરિવારને મનાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહતા. આખરે મે મારા પતિને ફોન કરીને બોલાવ્યા હતા. જે બાદ 10 માર્ચ, 2026ના રોજ હું સ્વેચ્છાએ મારા પતિ પાસે જતી રહી હતી.
જે બાદ મારા પતિને માર મારીને મને બળજબરીથી મારા ઘરે ઉપાડી જવામાં આવી હતી. જ્યાં મારા પિયર પક્ષના લોકોએ મને રાધનપુર કોર્ટમાં લઈ જઈને બળજબરીથી છૂટાછેડાના કાગળો પર સહી કરાવી દેવામાં આવી હતી. જે બાદ મને પિયરના ઘરે ગોંધી રાખવામાં આવી હતી અને પછી કોઈ પરપુરુષને સોંપી દેવાઈ હતી. જ્યાં મારા જીવનું જોખમ હોવાથી મેં મારા પતિનો સંપર્ક સાધ્યો હતો. આથી 6 સપ્ટેમ્બરના રોજ હું મારી સ્વેચ્છાએ મારા પતિ પાસે આવી ગઈ છું. આથી કોઈએ ખોટો કેસ કરવો નહીં.
પતિની નજર સામે જ કિંજલ રબારી કારનો દરવાજો ખોલીને અંદર બેસી ગઈ
હકીકતમાં મુકેશ દેસાઈ નામના યુવકે ચાંદખેડા પોલીસ મથકમાં ફોન કરીને ફરિયાદ કરી હતી. જેમાં પોતે પત્ની કિંજલ રબારી સાથે CBD મોલમાં ફિલ્મ જોવા આવ્યો હતો, જ્યાં પાર્કિંગમાંથી પત્નીને કારમાં ઉઠાવી જવામાં આવી છે. જેને પગલે ચાંદખેડા પોલીસની ટીમે સ્થળ પરના CCTV ફૂટેજ ચકાસતા મોલની બહાર કિંજલ રબારી સ્વેચ્છાએ કારનો દરવાજો ખોલીને અંદર બેસતી જોવા મળી રહી છે.
પ્રેમલગ્નનો વિરોધ થતાં કિંજલ રબારીએ ગૃહમંત્રી અને શંકર ચૌધરી પાસે મદદ માંગી હતી
રાધનપુરના સીનાડ ગામની લોકગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જે બાદ રબારી સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં કિંજલ રબારીનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આથી કિંજલ રબારીએ વધુ એક વીડિયો મૂક્યો હતો. જેમાં પોતાને અને પતિ અશોક ચૌધરીને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતુ.
મેં મારી રાજીખુશીથી લગ્ન કર્યા હોવા છતાં મને અને મારા પતિને મારી નાંખવાની અને મને ઉપાડી જવાની ધમકી મળી રહી છે. આ વીડિયોમાં કિંજલ રબારીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ મદદની ગુહાર લગાવી હતી.
મેં અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવા છતાં મારા પતિને મારીને મને ઉપાડી જવામાં આવી અને પિયરમાં ગોંધી રખાઈ હતી. જે બાદ રાધનપુર કોર્ટમાં લઈ જઈ બળજબરીથી છૂટાછેડાના કાગળો પર મારી સહીઓ કરાવાઈ હતી.