ચાંદખેડાના CBD મૉલ બહારના CCTV ફૂટેજ સામે આવ્યાઃ પતિને પાછળથી કોઈએ પકડ્યો, તે સાથે કિંજલ રબારી સીધી કારમાં બેસી ગઈ

કિંજલ રબારીના અપહરણ અંગે પતિની ફરિયાદ બાદ પોલીસ દ્વારા CBD મોલની બહારના CCTV ફૂટેજ તપાસમાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કિંજલ રબારી સાથે બળજબરી નથી કરવામાં આવી રહી, પરંતુ તે જાતે જ કારનો દરવાજો ખોલીને અંદર બેસી જાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 06 Sep 2026 07:21 PM (IST)Updated: Sun, 06 Sep 2026 07:21 PM (IST)
kinjal-rabari-kidnapping-case-ctv-footage-outside-chandkheda-cbd-mall-surfaces

Kinjal Rabari Kidnapping Case: અમદાવાદના ચાંદખેડા સ્થિત CBD મોલમાં ફિલ્મ જોવા ગયેલી કિંજલ રબારીનું કારમાં અપહરણ થયું હોવાના પતિના દાવા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં સ્થળની આસપાસના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કિંજલ રબારી બિન્દાસ્ત રીતે કારનો દરવાજો ખોલીને અંદર બેસતી જોઈ શકાય છે.

હકીકતમાં પતિ મુકેશ દેસાઈના આક્ષેપ બાદ ચાંદખેડા પોલીસે CBD મોલની બહારના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કિંજલ રબારી પતિ સાથે મોલની બહાર પાર્કિંગના ભાગમાંથી ચાલતા જઈ રહી હોય છે. આ સમયે રોડ પર એક કાળા રંગની કાર આવીને ઉભી રહી છે.

આ સાથે જ પતિ-પત્નીની પાછળ વ્હાઈટ શર્ટમાં ઉભો રહેલો શખ્સ તરત જ મુકેશ દેસાઈને પાછળથી પકડી રાખે છે. જે બાદ કિંજલ રબારી જાતે જ કારનો દરવાજો ખોલીને અંદર બેસી જાય છે. જેવી કિંજલ રબારી કારમાં બેસીને દરવાજો બંધ કરે છે, તે સાથે જ કાર રવાના થઈ જાય છે. આ સમયે તેનો પતિ મુકેશ દેસાઈ વ્હાઈટ શર્ટ પહેરેલા શખ્સની પકડમાંથી છૂટવા માટે મથતો જોઈ શકાય છે.


 

ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, અપહરણનો મેસેજ મળતા પોલીસ પર પહોંચી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમ કિંજલ ગાડીમાં બેસીને જતી દેખાય છે. હાલ કિંજલનું અપહરણ થયું કે પછી તે સ્વેચ્છાએ ગઈ છે તેની તપાસ ચાલી રહી છે.કિંજલના પતિ અને અન્ય લોકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે

આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, અમને અપહરણનો મેસેજ મળતા અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અમે સ્થળ પરના CCTV ફૂટેજ તપાસ્યા છે. જેમાં કિંજલ રબારી સાથે બળજબરી થઈ હોય તેમ નથી જણાતુ, તે જાતે જ કારમાં બેસતી દેખાઈ રહી છે. હાલ તો અમે કિંજલના પતિ સહિત અન્ય લોકોના નિવેદન નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ.