Kankaria Carnival 2025 Ahmedabad: અમદાવાદના શાન સમાન કાંકરિયા તળાવ ખાતે ચાલી રહેલા 'કાંકરિયા કાર્નિવલ 2025' માં મુલાકાતીઓ માટે દરરોજ નવા આકર્ષણો રજૂ કરવામાં આવી રહ્યા છે. મંગળવાર, 30 ડિસેમ્બરના રોજ કાર્નિવલના વિવિધ સ્ટેજ પર સવારથી રાત સુધી કરાટે, જાદુના શો, નાટક અને લોકસંગીત સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
"Amdavad Kankaria Carnival 2025 by AMC under Amdavad festival, schedule for 30th December 2025. Enjoy a day full of cultural performances, workshops and live shows across all stages at Kankaria. Entry is free for all. Visit with family and friends and celebrate together.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 29, 2025
Follow… pic.twitter.com/sWMMNTjalV
સ્ટેજ 1 (પુષ્પ કુંજ): ગુજરાતી સંગીતનો જલસો
કાર્નિવલના મુખ્ય સ્ટેજ પર વિવિધ પ્રદર્શનકારી કળાઓનો સંગમ જોવા મળશે:
- સવારે 9 થી 10: કરાટે અને સેલ્ફ ડિફેન્સનું નિદર્શન.
- બપોરે 2 થી 3: 'સ્વચ્છ ભારત એક્ટ' દ્વારા સામાજિક સંદેશ.
- બપોરે 3 થી 4: નદીમ પરમાર દ્વારા ડ્રમ સર્કલનું આયોજન.
- સાંજે 5 થી 6: વેરિયર્સ આર્ટિસ્ટ દ્વારા સ્કેટિંગ એક્ટ રજૂ કરાશે.
- રાત્રે 7 થી 10: જાણીતા કલાકાર બ્રિજરાજ ગઢવી દ્વારા ગુજરાતી લોકસંગીતની સૂરાવલીઓ રેલાવવામાં આવશે.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 29, 2025
સ્ટેજ 2 (બાલવાટિકા): બાળકો માટે મનોરંજન
બાળકો અને શારીરિક સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે સ્ટેજ 2 પર વિશેષ કાર્યક્રમો છે:
- સવારે 6 થી 7: ટાઈ ચી લાઇવ પર ફોર્મન્સ.
- સવારે 7 થી 8: ફિટનેસ ડાન્સ ચેલેન્જ.
- સવારે 8 થી 9: બાળકો માટે શ્લોક પઠન સ્પર્ધા.
- સવારે 10 થી 11: બાળકો માટે ટેલિંગ (વાર્તા) કાર્યક્રમ.
- સાંજે 6 થી 7: જાદુગર ડી. લાલ દ્વારા જાદુના પ્રયોગો.
- સાંજે 7 થી 10: મ્યુઝિકલ પરફોર્મન્સ.
સ્ટેજ 3 (વ્યાયામ વિદ્યાલય): પરંપરાગત કળા
પરંપરાગત લોકકળાઓને પ્રોત્સાહન આપવા માટે સ્ટેજ 3 પર નીચે મુજબના આયોજન છે:
- સાંજે 5 થી 7: માઇમ (મૂક અભિનય) અને નુક્કડ નાટક.
- સાંજે 7 થી 10: રામદેવરા ઢોલરા ગ્રુપ દ્વારા લોક ભવાઈની રજૂઆત કરવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલમાં ઉમટતા માનવ મહેરામણને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સુવિધાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અમદાવાદીઓ મોટી સંખ્યામાં આ સાંસ્કૃતિક મહોત્સવનો લ્હાવો લઈ રહ્યા છે.
