International Yoga Day 2025: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નાગરીકોએ યોગા કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે વન નેશન વન હેલ્થ થીમ હેઠળ આજે 175થી વધુ દેશોમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 21 Jun 2025 03:32 PM (IST)Updated: Sat, 21 Jun 2025 03:32 PM (IST)
international-yoga-day-celebrated-in-ahmedabad-union-home-minister-amit-shah-and-citizens-performed-yoga
HIGHLIGHTS
  • અમિત શાહે સર્વેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેરછાઓ પાઠવી યોગાભ્યાસને દિનચર્યામાં સામેલ કરવા અપીલ પણ કરી હતી.
  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે વિશ્વભરમાં પ્રતિ વર્ષ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

International Yoga Day 2025: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સમ્મિલિત થયા હતા. અમિત શાહે સર્વેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેરછાઓ પાઠવી યોગાભ્યાસને દિનચર્યામાં સામેલ કરવા અપીલ પણ કરી હતી.

અત્રે સર્વ વિદિત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે વિશ્વભરમાં પ્રતિ વર્ષ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. યોગ સદીઓથી સ્વસ્થ અને નિરોગી જીવન માટેની ભારતીય પરંપરાનું અભિન્ન અંગ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે વન નેશન વન હેલ્થ થીમ હેઠળ આજે 175થી વધુ દેશોમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. યોગ ફક્ત શારીરિક કસરત નથી. તે સ્વ-જાગૃતિ, માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક વિકાસની યાત્રા છે.

બાદમાં શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત એક પેડ માં કે નામ અંતર્ગત મકરબા ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. શાહના માર્ગદર્શનમાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન હેઠળ સમગ્ર ક્ષેત્રમાં ગ્રીન કવર વધ્યું છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં અવ્વલ લોકસભા ક્ષેત્ર બને તે દિશામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા, પ્રાકૃતિક ખેતીને ઉતેજન, તળાવોનું નવીનીકરણ, સુપોષણ અભિયાન સહિતના પ્રકલ્પોના માધ્યમથી શાહ માત્ર ભૌતિક વિકાસ જ નહીં પરંતુ સંપોષિત વિકાસની વિભાવના ચરિતાર્થ કરી રહ્યા છે.