વિદેશ જતા પ્રવાસીઓ માટે ખુશખબર: 1 સપ્ટેમ્બરથી બોર્ડિંગ પાસ પર ઈમિગ્રેશન સ્ટેમ્પિંગ બંધ, હવે મોબાઈલ 'ઈ-પાસ' ચાલશે

બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા 1 સપ્ટેમ્બરથી ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પિંગની પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે મુસાફરો મોબાઈલમાં ઈ-બોર્ડિંગ પાસ બતાવી શકશે, જેનાથી પ્રવાસ વધુ સરળ બનશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 31 Aug 2026 12:42 PM (IST)Updated: Mon, 31 Aug 2026 12:42 PM (IST)
international-travelers-relief-immigration-stamping-on-boarding-pass-discontinued-from-september-1

Boarding Pass Stamp Rule: ઇન્ટરનેશનલ પ્રવાસ કરતાં ગુજરાતી અને ભારતીય મુસાફરો માટે બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને દેશના તમામ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર 1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન પ્રક્રિયા વધારે સરળ બનવા જઈ રહી છે. નવા ફેરફાર પ્રમાણે ઈમિગ્રેશન કાઉન્ટર પર ફિઝિકલ બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે

વિદેશ પ્રવાસ કરતા મુસાફરોને મોટી રાહત

એરપોર્ટ પર મુસાફરો પાસે પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશન સ્ટેમ્પ લગાવવાની જરુરિયાત નહીં રહે. ફ્લાઈટમાં બેસતા પહેલા મુસાફરો ઇમિગ્રેશન ક્લિયરન્સ કરાવતી વખતે મોબાઈલમાં રહેલો ઈ બોડિંગ પાસ રજૂ કરે તો ચાલશે. આ નિર્ણયથી અમદાવાદ એરપોર્ટ વિદેશ મુસાફરી કરતાં મુસાફરોને મોટી રાહત મળશે. ઓનલાઇન ચેક ઈન કરીને મોબાઈલમાં પાસ રાખતા મુસાફરોને ઇમિગ્રેશન સમયે વધારે સરળતા રહેશે.

મુસાફરોને ઈ બોર્ડિંગ પાસ બતાવવાનો રહેશે

1 સપ્ટેમ્બરથી વિદેશમાં પ્રવાસ કરતાં ભારતીય પ્રવાસીઓ ઈમિગ્રેશન કાઉન્ટર પર ઈ બોર્ડિંગ પાસ રજૂ કરવાનો રહેશે. પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા થતી મુસાફરોની પ્રાથમિક તપાસ અને ક્લિયરન્સની પ્રક્રિયા પૂર્વવત્ત રહેશે, જે મુસાફરો પેપર અથવા ફિઝિકલ બોર્ડિંગ પાસનો ઉપયોગ કરવા માંગતા હોય તેઓ તે રાખી શકશે, પરંતુ તેના પર પણ હવે ઇમિગ્રેશન સ્ટેમ્પ નહીં લગાવવામાં આવે

નિયમમાં ફેરફાર કરવા પાછળનું મુખ્ય કારણ

ઈમિગ્રેશન ક્લિયરન્સ સમયે મુસાફરોને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક ઘટનાઓમાં બોર્ડિંગ પાસ પર ફિઝકલ સ્ટેમ્પ લગાવતી વખતે તે યોગ્ય રીતે ન લાગવાથી વિગતો વાંચવામાં મુશ્કેલી પડતી હતી. બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા ખાલી ઈમિગ્રેશન બોર્ડિંગ પાસ પર લાગતા ફિઝિકલ સ્ટેમ્પના નિયમોમાં બદલાવ કર્યો છે.

કઈ બાબતોમાં નિયમો યથાવત્ત

બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા કસ્ટમ્સની બેગેજ ડિક્લેરેશન અને કસ્ટમ્સ પ્રક્રિયાના નિયમોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આથી વિદેશમાં ફરવા જતાં કે બિઝનેસ ટ્રીપ પર જતાં પ્રવાસીઓએ જરુરી કસ્ટમ્સ, એરલાઈન અને ઇમિગ્રેશન પ્રોસેસનું પાલન કરવું પડશે., તેમજ પાસપોર્ટ અને જરુરી ડોક્યુમેન્ટ પોતાની સાથે જ રાખવા પડશે.