બાંગ્લાદેશને હરાવીને ભારતીય પુરુષ કબડ્ડી ટીમ ફાઈનલમાં, હર્ષ સંઘવીએ વધાર્યો ખેલાડીઓનો જુસ્સો

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયેલી સેમિફાઇનલમાં ભારતે 56-27થી જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો. હર્ષ સંઘવીએ ખેલાડીઓનું સન્માન કર્યું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 30 Oct 2026 11:05 PM (IST)Updated: Fri, 30 Oct 2026 11:05 PM (IST)
india-mens-kabaddi-team-reaches-commonwealth-final-2026

Commonwealth Kabaddi Championship 2026: અમદાવાદના નારાયણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મુકાબલો

નાયબ મુખ્યમંત્રીએ સ્ટેડિયમમાં હાજર રહીને ભારત અને બાંગ્લાદેશની પુરુષ કબડ્ડી ટીમો વચ્ચેનો આ મુકાબલો નિહાળ્યો હતો અને ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ સતત વધાર્યો હતો.

બાંગ્લાદેશના ખેલાડીઓનું કરાયું વિશેષ સન્માન

ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દાખવ્યા બાદ પોતાની સફર પૂર્ણ કરનારી બાંગ્લાદેશી ટીમના ખેલાડીઓ તેમજ કોચિંગ સ્ટાફને મેચ બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

naidunia_image

ભારતીય મહિલા અને પુરુષ બંને ટીમો ફાઈનલમાં

રોમાંચક સેમિફાઇનલ મેચમાં ભારતીય પુરુષ ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બાંગ્લાદેશને 56-27ના વિશાળ માર્જિનથી માત આપીને ટૂર્નામેન્ટની ફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. આ અગાઉ ભારતીય મહિલા કબડ્ડી ટીમ પણ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી ચૂકી છે. આમ, દેશની બંને ટીમોએ ફાઈનલમાં પહોંચીને ભારતનું ગૌરવ વધાર્યું છે.

naidunia_image