IIM Ahmedabad: ભારતની પ્રખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ 6 નવેમ્બર, 2025 ના રોજ તેના કેમ્પસમાં એક કાર્યક્રમ દરમિયાન બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ માં તેના અગ્રણી બે વર્ષના બ્લેન્ડેડ MBA પ્રોગ્રામના લોન્ચની ઘોષણા કરી.
આ ઈનોવેટિવ ડિગ્રી-ગ્રાન્ટિંગ MBA પ્રોગ્રામ એવા વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે રચાયેલ છે જેઓ લીડરશીપ, સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ એક્સપર્ટીઝ સાથે એડવાન્સ એનાલિટિકલ અને એઆઈ- ડ્રિવન કેપેબિલિટીઝને સાથે લાવવા માંગે છે.
આ લોન્ચ ફ્યુચર - ફેસિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ ડિઝાઇન કરવામાં IIMA ના લાંબા સમયથી ચાલતા નેતૃત્વ પર ભાર મૂકે છે જે વૈશ્વિક ધોરણો અનુસાર છે અને ઝડપથી વિકસતી ઉદ્યોગ જરૂરિયાતોને અનુરૂપ છે.
એડમિશન માટેની ઘોષણા અને પ્રોગ્રામના અદ્યતન અભ્યાસક્રમનું પ્રેઝન્ટેશન IIMAના ડિરેક્ટર પ્રોફેસર ભારત ભાસ્કર; IIMAના ડીન (પ્રોગ્રામ્સ) પ્રોફેસર દિપ્તેશ ઘોષ; અને બ્લેન્ડેડ MBA: બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ, IIMA ના ચેરપર્સન પ્રોફેસર અનિંદ્ય ચક્રબર્તીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ઓથોરિટીઝ એ એવા મેનેજમેન્ટ પ્રોફેશનલ્સની વધતી માંગ પર ભાર મૂક્યો હતો જે સમકાલીન નેતૃત્વ અને વ્યૂહાત્મક ક્ષમતાઓને એડવાન્સ ડેટા-એનાલિટિકલ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફ્રેમવર્ક સાથે સંકલિત કરી શકે છે જેથી મોટા પાયે બિઝનેસ ઈમ્પૅક્ટ પહોંચાડી શકાય.
બજારો હવે ડેટા આધારિત નિર્ણયો તરફ આગળ વધી રહ્યા છે અને એઆઈ વિવિધ વેલ્યૂ ચેઇન્સમાં ઝડપથી સમાઈ રહી છે, ત્યારે પ્રોફેશનલ્સ એવા કૌશલ્ય મેળવવા ઇચ્છે છે જે તેમને ઈન્ટેલીજન્ટ, પ્રોડક્ટિવ અને ગ્રોથ- રેડી ઓર્ગેનાઈઝેશન્સ બનાવવામાં મદદ કરે.
ભારતનું ડેટા–એઆઈ ઈકોસિસ્ટમ પણ આ ગતિને પ્રતિબિંબિત કરે છે. ભારતીય ડેટા એનાલિટિક્સ માર્કેટ 2030 સુધીમાં 21,286.4 મિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં 2025 થી 2030 દરમિયાન 35.8% નો વાર્ષિક વૃદ્ધિદર (CAGR) રહેશે. 2024ની BCG–NASSCOM રિપોર્ટ પણ એઆઈ ક્ષેત્રમાં ભારતના નેતૃત્વને પુષ્ટિ આપે છે. ભારત એઆઈ સ્કિલ પેનેટ્રેશનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને 2026 સુધીમાં એઆઈ-રેડી પ્રોફેશનલ્સની માંગ એક મિલિયનથી વધુ પહોંચવાની શક્યતા છે.
આ વૃદ્ધિ એન્ટરપ્રાઇઝના વિવિધ કાર્યોમાં ડેટાનું ઝડપી નિર્માણ થવા અને બિગ ડેટા પ્લેટફોર્મ્સ, ટૂલ્સ અને એપ્લિકેશન્સમાં AI/MLના ઝડપી એકીકરણના કારણે થઈ રહી છે. આ તકોને ધ્યાનમાં રાખીને, આઈઆઈએમ અમદાવાદનો પ્રોગ્રામ માર્કેટિંગ, ફાઇનાન્સ, ઓપરેશન્સ, સપ્લાય ચેઈન, લોજિસ્ટિક્સ, લીગલ, આઈટી અને એચઆર જેવા ડેટા-કેન્દ્રિત ક્ષેત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સને અપસ્કિલ કરવા માટે રચાયો છે.
બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈમાં બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામના પ્રારંભ અંગે વાત કરતાં આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ભારત ભાસ્કરે જણાવ્યું હતું, “એનાલિટિક્સ અને એઆઈ હવે પૂરક સાધનો નથી રહ્યા, તેઓ એન્ટરપ્રાઇઝ કેવી રીતે સ્પર્ધા કરે છે, નવીનતા લાવે છે અને સ્ટેકહોલ્ડર મૂલ્ય રચે છે તેના કેન્દ્રમાં છે. આ વાસ્તવિક્તાએ એવા પ્રોફેશનલ્સની જરૂરિયાત ઊભી કરી છે, જે મેનેજરીયલ એક્સપર્ટીઝ અને ગહન ટેકનો-એનાલિટિકલ પ્રવાહ વચ્ચેનો સેતુ બનાવી શકે.
આઈઆઈએમ અમદાવાદની આ અનોખી પહેલ દ્વારા, અમે મહત્વાકાંક્ષી મેનેજરો અને ઉદ્યોગસાહસિકો માટે માર્ગ બનાવી રહ્યા છીએ, જેથી તેઓ ઉચ્ચ અસરકારક કૌશલ્ય પ્રાપ્ત કરી શકે, એઆઈ આધારિત બિઝનેસ મોડલ્સમાં નિષ્ણાત બની શકે અને જવાબદાર રીતે તેમજ મોટા પાયે ડિજિટલ પરિવર્તનનું નેતૃત્વ કરી શકે. આ પહેલ વિવિધ ક્ષેત્રોમાં નવીનતા, સ્પર્ધાત્મકતા અને રિસ્પોન્સિબલ એઆઈ આધારિત પરિવર્તનને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
