IIM Ahmedabad: એમબીએ ખૂબ અઘરું... આઈઆઈએમ અમદાવાદમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાનો અનુભવ કેવો રહ્યો, જાણો

નવ્યા નંદાએ કહ્યું કે આ મારા જીવનનો સૌથી બેસ્ટ ટાઈમ છે. સૌથી સારો અનુભવ મારા બેન્ચના મિત્રો સાથે છે. જેની સાથે મારી દોસ્તી થઈ છે, તેની પાસેથી મેં ઘણું બધું શીખ્યું છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 29 Oct 2025 03:08 PM (IST)Updated: Wed, 29 Oct 2025 03:08 PM (IST)
amitabh-bachchan-granddaughter-navya-naveli-shares-tough-mba-journey-from-iim-ahmedabad

Navya Naveli Nanda, IIM Ahmedabad: બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનની પૌત્રી નવ્યા નંદા આઈઆઈએમ અમદાવાદમાં એમબીએનો અભ્યાસ કરી રહી છે. નવ્યા એક્ટિંગ ફિલ્ડમાં જવા માંગતી નથી તે એક બિઝનેસ વુમન બનવા માંગે છે. ત્યારે હાલમાં જ તેણે આઈઆઈએમ અમદાવાદનો પોતાનો એક વર્ષનો અનુભવ શેર કર્યો છે.

એમબીએ ખૂબ અઘરું છે - નવ્યા નંદા

નવ્યા નંદાએ આઈઆઈએમ અમદાવાદમાં તેના અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે એમબીએ ખૂબ અઘરું છે. આ બે વર્ષનો ફુલટાઈમ કોર્સ છે. આ ખૂબ ટફ છે. ક્લાય અટેન્ડ કરવા પડે છે, ઓનલાઈન ક્લાસ પણ હોય છે. મને લાગે છે કે જે લોકોએ આઈઆઈએમ અમદાવાદથી એમબીએ કર્યું હશે તેમને ખબર હશે તે આ કેટલું પડકારજનક છે. પરંતુ અભ્યાસ તરફ પરત આવવાનો અનુભવ શાનદાર છે. મારી પાસે શ્રેષ્ઠ પ્રોફેસર છે અને સિલેબસ પણ ઘણો સારો છે.

મેં અહીં ઘણું બધું શીખ્યું છે - નવ્યા નંદા

નવ્યા નંદાએ એ પણ કહ્યું કે કેમ્પસમાં મારા અનેક મિત્રો છે. હું બધા સાથે હળીમળી રહી છું. અહીં સૌથી સારો અનુભવ મારા બેન્ચના મિત્રો સાથે છે. છેલ્લા એક વર્ષથી જેની સાથે મારી દોસ્તી થઈ છે, તેની પાસેથી મેં ઘણું બધું શીખ્યું છે. તેઓ મારા જીવનના બેસ્ટ લોકોમાંના એક છે. ક્લાસમાં જે શીખવવામાં આવી રહ્યું છે જે ખૂબ મહત્વનું અને મજેદાર છે.

નવ્યા નંદાએ કહ્યું કે આ મારા જીવનનો સૌથી બેસ્ટ ટાઈમ છે. તમામ લોકો અલગ અલગ ક્ષેત્ર, વર્ક સેક્ટરથી આવ્યા છે, આવા લોકોની વચ્ચે રહેવું કે જેઓ તેમના કામને લઈને સમર્પિત છે, ખૂબ સારું લાગે છે.