Ahmedabad: અમદાવાદ સ્થિત દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMA) અને ભારતના જાણીતા કાનૂની નિષ્ણાંત સિરિલ શ્રોફે આજે કાનૂની ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે.
બંને પક્ષો વચ્ચે એક મહત્વના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે હેઠળ દેશમાં પ્રથમ વખત 'સિરિલ શ્રોફ – IIMA GC લીડરશિપ એકેડેમી' ની સ્થાપના કરવામાં આવશે. આ એકેડેમી ભવિષ્યના જનરલ કાઉન્સિલ (GC) એટલે કે કંપનીઓના કાનૂની વડાઓને આધુનિક બિઝનેસ લીડર તરીકે તૈયાર કરવાનું કામ કરશે.
જનરલ કાઉન્સિલની બદલાતી ભૂમિકા અને એકેડેમીની જરૂરિયાત
આજના ઝડપથી બદલાતા કોર્પોરેટ જગતમાં જનરલ કાઉન્સિલ (GC)ની ભૂમિકા માત્ર કાનૂની સલાહ આપવા પૂરતી સીમિત રહી નથી. હવે તેઓ કંપનીઓના મહત્વના બિઝનેસ નિર્ણયો, વ્યુહરચના અને બોર્ડરૂમ મીટિંગ્સમાં પણ સક્રિય ભાગ ભજવે છે. આ બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સિરિલ શ્રોફના લોકકલ્યાણના વિચાર અને લીગલ પ્રોફેશન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ એકેડેમીની પરિકલ્પના કરવામાં આવી છે. IIMAની શૈક્ષણિક ક્ષમતા અને કેસ-આધારિત શિક્ષણ પદ્ધતિ આ એકેડેમીને વધુ મજબૂત બનાવશે.
ચાર મુખ્ય પ્રાથમિકતાઓ પર રહેશે ધ્યાન
આ અદ્યતન એકેડેમી મુખ્યત્વે ચાર મહત્વના સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરશે
બોર્ડરૂમ અને એન્ટરપ્રાઇઝ નેતૃત્વ: કાનૂની વડાઓને વ્યુહાત્મક નિર્ણય લેવાની ક્ષમતા અને બોર્ડરૂમમાં પ્રભાવશાળી નેતૃત્વ પૂરું પાડવાનો આત્મવિશ્વાસ આપવો.
બિઝનેસ, ફાઇનાન્સ અને સ્ટ્રેટેજીનું જોડાણ: નાણાકીય બાબતો, વ્યાપારી વ્યુહરચના અને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની ઊંડી સમજ કેળવવી.
ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): આજના ડિજિટલ યુગમાં AI, સાયબર સિક્યોરિટી અને નવી ટેકનોલોજીના કાનૂની અને વ્યવસાયિક જોખમોનો સામનો કરવાની સજ્જતા કેળવવી.
વૈશ્વિક સ્તરે પીઅર લર્નિંગ: વરિષ્ઠ GCsને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર આપવું અને સાથે મળીને શીખવાની શ્રેષ્ઠ તકો પૂરી પાડવી.
નેતૃત્વના આંતરછેદ પર નવો ચીલો ચાતરશે
આ ભાગીદારી અંગે વાત કરતા IIMAના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું કે, આ એકેડેમી કાયદો, વ્યવસાય અને સુશાસન (ગવર્નન્સ) ના આંતરછેદ પર વૈશ્વિક સંસ્થાઓ માટે નેતૃત્વ વિકસાવવા માટેનું અમારું સહિયારું કદમ છે. આનાથી લીગલ કાઉન્સિલર્સ આજના પડકારજનક સમયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા
