Gujarat High Court: GNLUની ઘટના પર હાઈકોર્ટનું કડક વલણ, ઘટના સ્વતઃ સંજ્ઞાનમાં લીધી; રજિસ્ટ્રાર-શૈક્ષેણિક મામલાના પ્રમુખને નોટિસ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 25 Sep 2023 05:27 PM (IST)Updated: Mon, 25 Sep 2023 05:27 PM (IST)
high-courts-strict-stance-on-gnlu-incident-took-automatic-cognizance-of-the-incident-notice-to-the-registrar-president-of-academic-affairs

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે એક અખબારના રિપોર્ટના આધારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી બે અલગ અલગ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. ગુજરાત હાઈકોર્ટે નેશનલ લૉ યુનિવર્સિટીમાં એક છાત્રાની સાથે દુષ્કર્મની ઘટના અને અન્ય છાત્રની સાથે ઉત્પીડનના મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું છે.

કોર્ટે કહ્યું- અખબારમાં છપાયેલો રિપોર્ટ ઘણો જ ચિંતાજનક
જસ્ટિસ એએસ સુપેહિયા અને એમઆર મેંગડેની બેંચે કહ્યું- રિપોર્ટ ગંભીર ચિંતાનો મુદ્દો ઉઠાવે છે. આ સાથે જ કોર્ટે વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર અને શૈક્ષેણિક મામલાના પ્રમુખને નોટિસ આપી છે. એક અખબારમાં છપાયેલા રિપોર્ટમાં નિષ્ક્રિય આંતરિક ફરિયાદ સમિતિ પર સવાલ ઊભા કર્યા છે. કોર્ટે પીડિતોની ઓળખ કરવા અને પૂરી ગોપનીયત બનાવી રાખતા તેના નિવેદન નોંધાવવા માટેના નિર્દેશ આપ્યા છે.

છાત્રાનું નિવેદન માત્ર મહિલા સભ્ય કે પ્રોફેસર જ લેશે
સાથે જ કોર્ટે કહ્યું- છાત્રાનું નિવેદન માત્ર વિશ્વવિદ્યાલયની મહિલા સભ્ય કે પ્રોફેસર દ્વારા જ લેવામાં આવશે. જો આરોપ સાચા સાબિત થશે ત નિશ્ચિત જ કાયદા અંતર્ગત જરુરી કદમ ઉઠાવવામાં આવશે. આદેશ મુજબ, સુનાવણીની આગામી તારીખ પર રિપોર્ટ કોર્ટ સમક્ષ રાખવામાં આવશે. સાથે જ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું- ઉત્પીડન કે રેગિંગના મુદ્દાના ઉકેલ માટે વિશ્વવિદ્યાલય દ્વારા અપનાવવામાં આવેલા માપદંડો કે નિશ્ચિત પ્રક્રિયામાં અમને જાણ કરવામાં આવે.

શું છે સમગ્ર મામલો?
22 સપ્ટેમ્બરે એક અખબારમાં છપાયેલા રિપોર્ટમાં GNLUના બે છાત્રોના ઉત્પીડનનો મામલો સામે આવ્યો હતો. કોર્ટે કહ્યું, પીડિત છાત્રને એટલા માટે હેરાન કરવામાં આવી હતી કેમકે તે સમલેંગિંક છે. તો બીજા કેસમાં એક છાત્રાની સાથે તેના જ કલાસમાં ભણતા વિદ્યાર્થી દ્વારા દુષકર્મ કરવામાં આવ્યું હતું.

કોર્ટે કહ્યું અમે 22 સપ્ટેમ્બરે પ્રકાશિત રિપોર્ટને સ્વતઃ સંજ્ઞાનમાં લઈને છીએ કેમકે આ ગંભીર ચિંતાનો વિષય છે. આ ઘટનાથી છાત્રોના મનોવૈજ્ઞાનિક અને શારીરિક સ્વાસ્થ્ય પર સીધી જ અસર કરે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.