Hemant Shah: મૂળ ગુજરાતી હેમંત શાહની કેનેડાના વિનીપેગની બોનીફેસ હોસ્પિટલના બોર્ડ ઓફ ડાયરેક્ટ તરીકે નિમણૂક કરવામાં આવી

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 29 Jun 2024 04:07 PM (IST)Updated: Sat, 29 Jun 2024 04:07 PM (IST)
gujarati-origin-hemant-shah-has-been-appointed-to-the-board-of-directors-of-boniface-hospital-in-winnipeg-canada

Boniface Hospital Board of Directors Hemant Shah: હેમંતભાઈ શાહ જણાવે છે કે, 'આ નિમણુંક થવી એ  મારા માટે ગર્વની વાત છે. આ હોસ્પિટલ મારા માટે દિલથી નજીક એટલે છે કે ત્રણ વર્ષ પહેલા આ હોસ્પિટલમાં મને નવો જન્મ મળ્યો અને પછી 30 દિવસ હોસ્પિટલમાં સારવાર માટે રહ્યો  હતો. પછી ત્યાં હોસ્પિટલને શું જરૂર છે તે અંગે જોયું હતું. સાજા થયા બાદ મેં  વોલેન્ટિયર તરીકે પે-બેક કરવાની દિશામાં કાર્યવાહી ચાલુ કરી અને મેં હોસ્પિટલ મેનેજમેન્ટ, હેલ્થકેર વર્કર, ડોક્ટરને શું તકલીફ પડે છે, પેશન્ટને શું તકલીફ પડે છે તે જોતો ગયો અને એક વોલન્ટિયર તરીકે સુધારા અંગે ધ્યાન દોરતો હતો.'

હવે કેનેડાના વિનીપેગની બોનીફેસ હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આવ્યા પછી મારું ફોકસ એ જ રહેશે કે, કેવી રીતે પેશન્ટ ડોક્ટર અને હેલ્થ કેર ટીમની આત્મીયતા વધે. હોસ્પિટલને નવા ઇક્વિપમેન્ટ ટેકનોલોજી ની શું જરૂર છે તેની ડોનેશન ડ્રાઇવ કરીશું. કેનેડામાં આપણા ભારતીય ડોક્ટરોની ટીમ ઘણી છે, આપની જાણ ખાતર મને ત્રણ વર્ષ પહેલા જીવનદાન મળ્યું હતું. કેનેડામાં મારા પર હાર્ટ ઓપરેશન કરનાર  ડોક્ટર મુંબઈના મહારાષ્ટ્રીયન હતા. આ સર્જન ડોક્ટરે ચેલેન્જ લઈને સારવાર આપી હતી.

ગુજરાતમાં ઘણા નિષ્ણાત ડોક્ટર છે, તો કેનેડાના વિનીપેગની બોન ફાઇસ  હોસ્પિટલ અને ભારત, ગુજરાતની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે જોડાણ કે સહયોગ કરે છે. ટેકનોલોજી  અને રીસર્ચ અહીં કેનેડામાં છે અને ભારતમાં પણ છે તેનું અરસપરસ આદાન-પ્રદાન કરે છે. માતૃભૂમિને ફાયદો થાય અને કર્મભૂમિને પણ ફાયદો થાય એ બાબત પર હું ધ્યાન કેન્દ્રિત કરીશ. વેસ્ટર્ન ઇન્ડિયા એટલે કે મુંબઈ અને ગુજરાતને જોડતી પ્રાઇવેટ હોસ્પિટલ અને કેનેડામાં સેન્ટ બોનીફેસ હોસ્પિટલ જોડે લીન્કેજનો મારો પ્રયાસ રહેશે.

મારા માટે ગર્વની વાત છે કે જે હોસ્પિટલમાં મને જીવતદાન મળ્યું છે તેમાં મને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સ્થાન મળ્યું છે આમ મોટી પોઝિશન પર નિમણૂક કરાઈ છે અને બીજી 10 થી 12 હેલ્થ કેર ફેસીલીટીઝમાં સ્થાન મળ્યું છે તે એક ગુજરાતી માટે  ગર્વની વાત છે.