કેનેડામાં ગમખ્વાર માર્ગ અકસ્માત: બ્રિટિશ કોલંબિયાના સિકમસ હાઈવે પર મર્સિડીઝ અને ટ્રક વચ્ચે ટક્કર, 4 ગુજરાતીઓના મોત

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં સિકમસ નજીક હાઈવે-1 પર મર્સિડીઝ વાન અને ટો ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 ગુજરાતીઓનાં મોત થયાં. મૃતકોમાં ગાંધીનગરના દશેલા ગામના હિરેન આસોડીયાનો સમાવેશ થાય છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 07:53 AM (IST)Updated: Sun, 25 Oct 2026 07:53 AM (IST)
canada-british-columbia-highway-accident-four-gujarati-youth-death

Canada Accident News: કેનેડાના બ્રિટિશ કોંલંબિયા સ્થિત સિકમસ નજીક હાઈવે નંબર 1 પર એક અત્યંત કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. મર્સિડીઝ પેસેન્જર વાન અને ટો ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં એક યુવતી અને ચાર ગુજરાતી યુવકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 3 લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના યુવકનું પણ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ગાંધીનગરના યુવકનું કેનેડામાં મોત

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના રહેવાસી અને નિવૃત્ત પોલીસ કર્મચારી બાબુભાઈ આસોડીયાના 29 વર્ષીય પુત્ર હિરેન આસોડીયા પાંચ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હચો. અભ્યાસ પૂરો કર્યા બાદ હાલમાં વર્ક પરમિટ પર કામ કરતો હતો. તેને ટૂંક સમયમાં જ પર્મનેન્ટ રેસિડેન્સી મળવાની હતી. તે કેનેડામાં કાયમી સ્થાયી થઈને પોતાના માતાપિતાને પણ ત્યાં લઈ જવાનું સ્વપ્ન જોતો હતો. જોકે, ગત શુક્રવારે મિત્રો સાથે મર્સિડીઝ વાનમાં જતી વખતે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં જાન ગુમાવનાર 4 ગુજરાતીઓની ઓળખ

સિકમસ હાઈવે-1 પર સર્જાયેલા આ અકસ્માતમાં મોતને ભેટનારા તમામ ચારેય મૃતકોની ઓળખ સામે આવી છે:

  • હિરેન બાબુભાઈ આસોડીયા (ઉંમર 29 વર્ષ, રહે. દશેલા, તા.જિ. ગાંધીનગર)
  • વિશ્વા પટેલ (ઉંમર 27 વર્ષ)
  • પાર્થ સોલંકી (ઉંમર 27 વર્ષ)
  • મિતલ મોદી પ્રજાપતિ (ઉંમર 36 વર્ષ, મૂળ રહે. અંકલેશ્વર)

પોલીસ તપાસ બાદ મૃતદેહો સોંપવામાં આવશે

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય 3 મુસાફરોને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસનું ઈન્વેસ્ટિગેશન પૂરું થયા બાદ જ તમામ મૃતકોના મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. દશેલાના મૃતક હિરેનનો નાનો ભાઈ પણ કેનેડાના ટોરેન્ટોમાં રહે છે, જે હાલ પોલીસ કાર્યવાહી અને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે.