Gujarati Film Misri: ગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારો બાઈક પર જીવલેણ સ્ટંટ કરતા મુશ્કેલીમાં, પ્રોડ્યુસરે કહ્યું- સ્ટંટ રેન્ડમ હતો અને કોઈને...

પોલીસે ગુનો નોંધી એક્ટ્રેસ માનસી પારેખ અને એક્ટર રોનક કામદાર, ટીકુ તલસાણિયા અને મયંક ગઢવી સહિતના કલાકારોની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 30 Oct 2025 03:33 PM (IST)Updated: Thu, 30 Oct 2025 03:33 PM (IST)
gujarati-film-misri-actors-in-trouble-for-deadly-bike-stunts
HIGHLIGHTS
  • પોલીસ સ્ટેશનથી ફોન આવતા તેઓ મળવા આવ્યા છે: પ્રોડ્યુસર
  • તેઓ રેન્ડમલી ત્યાં ભેગા થયા હતા અને બાઇક પર જે સ્ટંટ થયો હતો તે પણ રેન્ડમ હતો, તે કોઈ નિયત સ્થળ નહોતું: પ્રોડ્યુસર

Gujarati Film Misri: આવતીકાલે રિલીઝ થનારી ફિલ્મ મિસરીના કલાકારોને સાયન્સ સિટી રોડ પર જીવલેણ સ્ટંટ કરવો ભારે પડ્યો છે. વાઈરલ થયેલા વીડિયોને આધારે પોલીસે ગુનો નોંધી એક્ટ્રેસ માનસી પારેખ અને એક્ટર રોનક કામદાર, ટીકુ તલસાણિયા અને મયંક ગઢવી સહિતના કલાકારોની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

naidunia_image

પોલીસે ગુનો નોંધતા ફિલ્મના પ્રોડ્યુસર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનથી ફોન આવતા તેઓ મળવા આવ્યા છે, કારણ કે પોલીસે સ્ટંટ કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગે તેમને બોલાવ્યા હતા. પોલીસ દ્વારા પૂછવામાં આવેલી કાર્યવાહીના જવાબમાં, તેમણે કહ્યું કે તેઓ રેન્ડમલી ત્યાં ભેગા થયા હતા અને બાઇક પર જે સ્ટંટ થયો હતો તે પણ રેન્ડમ હતો, તે કોઈ નિયત સ્થળ નહોતું.

naidunia_image

પ્રોડ્યુસરે બચાવ કરતા કહ્યું હતું કે, આ વીડિયો કોઈક વ્યક્તિએ લઈ અને પોસ્ટ કરેલો છે, બાકી તેઓએ પર્સનલ રીતે આવું કશું કર્યું નહોતું. જોકે, જાહેર રોડ પર આ પ્રકારનું કૃત્ય કરવા અંગે તેમણે કહ્યું હતું કે આવા સ્ટંટ ન થાય. સાથે જ તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના રાત્રે 11.30થી 12 વાગ્યાની આસપાસ બની હતી, ત્યારે કોઈ પબ્લિક હાજર નહોતી. તેમણે વધુમાં જણાવ્યું કે વીડિયોમાં દેખાય છે તેમ સ્ટંટ કોઈ જાનલેવા નહોતો તે માત્ર રેન્ડમલી એમનો પર્સનલ વીડિયો ઉતારવામાં આવ્યો હતો.

પ્રમોશન અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ પર્સનલ સ્ટંટ કોઈ પ્રમોશન માટે નહોતો જો પ્રમોશન માટે સ્ટંટ કર્યો હોય તો તે 29 કે 30 તારીખે જે પ્રમોશન કર્યું છે તેના માટે હોઈ શકે. તેમણે પુષ્ટિ કરી કે વીડિયોમાં દેખાતા લોકોમાં ટીપુભાઈ, પ્રેમભાઈ અને યુવતીમાં માનસીબેન છે. તેમણે કહ્યું કે પોલીસ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે તેઓ કરી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે.