Kinjal Dave and Dhruvin Shah Gol Dhana Ceremony: ગુજરાતની સુપરસ્ટાર સિંગર કિંજલ દવે અને બિઝનેસમેન-એક્ટર ધ્રુવીન શાહના ગોળધાણા (સગાઈ) પ્રસંગની ઉજવણી હાલમાં અમદાવાદમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી છે. આ પ્રસંગે મનોરંજન જગતના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા, પરંતુ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની તાજેતરમાં ચર્ચામાં રહેલી 'લાલો' (લાલો - ક્રિષ્ના સદા સહાયતે) ફિલ્મની ટીમ.
'લાલો' ટીમનું આત્મીય સ્વાગત
અમદાવાદની YMCA ક્લબ ખાતે યોજાયેલા આ ભવ્ય રિસેપ્શનમાં 'લાલો' ફિલ્મની સ્ટાર કાસ્ટ અને મેકર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધ્રુવીન શાહ પોતે ગુજરાતી મનોરંજન જગત સાથે સંકળાયેલા હોવાથી અને 'જોજો એપ' (JoJo App) ના ફાઉન્ડર હોવાથી, ફિલ્મ ઉદ્યોગના કલાકારો સાથે તેમનો ઘરોબો રહ્યો છે. 'લાલો' ફિલ્મની ટીમે નવયુગલને મળીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની આ નવી સફર માટે શુભેચ્છાઓ આપી હતી.
સેલિબ્રેટીઓનો મેળાવડો જામ્યો હતો
કાર્યક્રમના અંતે 'લાલો' ટીમ અને અન્ય કલાકારોએ કિંજલ-ધ્રુવીન સાથે સ્ટેજ પર ગરબાની જબરદસ્ત રમઝટ બોલાવી હતી. કલાકારોના સૂર અને તાલે વાતાવરણમાં એક અલગ જ રોનક જોવા મળી હતી. લાલો ટીમ તરફથી રિવા રાચ્છ, કરણ જોષી, શ્રૃહદ ગોસ્વામી તેમજ ડાયરેક્ટર અંકિત શખીયાએ હાજરી આપી હતી.
લાલ સાડીમાં કિંજલનો 'રોયલ લુક'
આ ખાસ અવસરે કિંજલ દવે લાલ રંગની સુંદર સાડીમાં અપ્સરા જેવી લાગી રહી હતી, જ્યારે ધ્રુવીન શાહે પણ તેને મેચિંગ લુકમાં સાથ આપ્યો હતો. બંનેની જોડીએ 'લાલો' ટીમ અને અન્ય મહેમાનો સાથે ફોટા પડાવી યાદગાર પળો માણી હતી. સોશિયલ મીડિયા પર આ પ્રસંગના ફોટા અને વીડિયો અત્યારે 'ટોક ઓફ ધ ટાઉન' બન્યા છે. વિવાદોને બાજુ પર રાખીને કિંજલ અને ધ્રુવીને પોતાના અંગત મિત્રો અને ફિલ્મ જગતના સાથીદારો સાથે આ પ્રસંગને યાદગાર બનાવ્યો છે. 'લાલો' ટીમની હાજરીએ આ સમારોહમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
