Celebrity Super Sixesની મેચમાં ગુજરાતી સુપરસ્ટાર હીતુ કનોડિયા અને અભિનેત્રી મોના થીબા કનોડિયાને વિશેષ આમંત્રણ

સેલિબ્રિટી સુપર સિક્સિસની ટીમોમાં ગુજરાતના ફિલ્મ સ્ટાર્સ, એસિયન ગેમ્સના એથલિટ અને સ્પોર્ટ્સ સેલિબ્રિટી પણ સામેલ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 22 Dec 2024 04:18 PM (IST)Updated: Sun, 22 Dec 2024 04:43 PM (IST)
gujarati-celebrity-hitu-kanodia-and-mona-thiba-will-be-chief-guest-of-celebrity-super-sixes

Celebrity Super Sixes: આવતીકાલે અમદાવાદમાં સેલિબ્રિટી સુપર સિક્સિસ મેચ રમાશે. આ મેચો 6-6 ઓવરની રહેશે. આ મેચ આવતી કાલે 5.30 વાગ્યે એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચમાં ગુજરાતી સુપરસ્ટાર હીતુ કનોડિયા અને અભિનેત્રી મોના થીબા કનોડિયાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ ઉપસ્થિત રહેશે.

સેલિબ્રિટી સુપર સિક્સિસ મેચમાં દરેક ટીમમાં 8-8 ગુજરાતી સેલિબ્રિટી હશે. જેમાંથી છ ખેલાડીઓ રમવા માટે મેદાન પર ઉતરશે. આ ટીમના નામ જોઈએ તો એક ટીમ અમદાવાદ માઇટી સ્ટાર્સ અને બીજી ટીમ સ્ટાર રેન્જર્સ ગાંધીનગર છે.

સેલિબ્રિટી સુપર સિક્સિસની ટીમોમાં ગુજરાતના ફિલ્મ સ્ટાર્સ, એસિયન ગેમ્સના એથલિટ અને સ્પોર્ટ્સ સેલિબ્રિટી પણ સામેલ છે. જેમા સરીતા ગાયકવાડ, અરવિંદ વેગડા, વિપુલ નારીગરા, તારક મહેતા સિલિયરના તન્મય વેકરીયા પણ રમતા જોવા મળશે. આરજે જયરાજ દ્વારા ટીમને ડ્રાફ્ટ અને હોસ્ટ કરાઈ હતી. જેમા સેલિબ્રિટીને અલગ અલગ ટીમમાં ડ્રાફ્ટ કરાયા હતા.

અમદાવાદ માઇટી સ્ટાર્સ ટીમના ખેલાડીઓ (Ahmedabad Mighty Stars)

  • અરવિંગ વેગડા (કેપ્ટન)
  • અમન રાઠોડ (વાઈસ કેપ્ટન)
  • સરીતા ગાયકવાડ
  • ચેનત દૈયા
  • નીરાલી ઓઝા
  • કરીશ્મા મોદી
  • ટી ધૈર્ય
  • તારીકા ત્રિપાઠી.

સ્ટાર રેન્જર્સ ગાંધીનગર ટીમમાં (Star Rangers Gandhinagar)

  • વિપુલ નારીગરા (કેપ્ટન)
  • દીપા ત્રિવેદી (વાઈસ કેપ્ટન)
  • શૌનક વ્યાસ
  • તન્મય વેકરીયા
  • સપના વ્યાસ
  • બન્સી રાજપુત
  • ગ્રેન્સી કનેરીયા.