Gujarat Weather: ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ઠંડીમાં વધારાની સાથે માવઠાની શક્યતા વર્તાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, બે દિવસમાં છૂટાછવાયા હળવા કમોસમી વરસાદની સંભાવના છે, ત્યારબાદ મોટાભાગના વિસ્તારોમાં સૂકું અને સ્વચ્છ હવામાન રહેશે. લઘુત્તમ તાપમાનમાં આગામી 48 કલાક કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે.
હવામાન વિભાગની શું છે આગાહી
આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદના 2 દિવસ માટે તાપમાન 2-3 ડિગ્રી ઘટશે, અને તે પછીના દિવસોમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. 31 ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે. 1 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.
કયા શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તામપાન
રાજ્યમાં કયા શહેરમાં કેટલું મહત્તમ તાપમાન નોંધાયું તેની વિગતો જોઇએ તો સુરતમાં 30.7 ડિગ્રી, વડોદરામાં 30.6, રાજકોટમાં 30.3, અમદાવાદમાં 29.6, પોરબંદરમાં 29.5, વેરાવળમાં 29.5, ભુજમાં 29.3, દ્વારકામાં 29.3, મહુવામાં 29.2, કંડલા પોર્ટમાં 29, સુરેન્દ્રનગરમાં 28.8, વલ્લભ વિદ્યાનગરમાં 28.7, ભાવનગરમાં 28.7, કેશોદમાં 28.7, ડીસામાં 28.6, નલિયા 28.6, ઓખામાં 27.6 અને ગાંધીનગરમાં 26.5 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તામપાન
રાજ્યમાં કયા શહેરમાં કેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું તેની વિગતો જોઇએ તો નલિયામાં 12.6 ડિગ્રી, કેશોદમાં 12.9, ડીસામાં 13.6, મહુવામાં 13.7, ગાંધીનગરમાં 14, પોરબંદરમાં 14.2, રાજકોટમાં 14.2, અમદાવાદમાં 14.8, વડોદરામાં 15, ભાવનગરમાં 15.6, સુરેન્દ્રનગરમાં 15.6, સુરતમાં 15.7, ભુજમાં 15.7, વલ્લભ વિદ્યાનગરમાં 16.4, વેરાવળમાં 18, દ્વારકામાં 18.5, ઓખામાં 19.8 ડિગ્રી લઘુત્તમ તામપાન નોંધાયું હતું.
