Gujarat Weather Alert: ગુજરાતમાં આજે સવારથી હવામાન(Gujarat Weather)માં પલટો આવ્યો છે. ગાઢ ધૂમ્મસ અને વાદળછાયું વાતાવરણ સવારે સર્જાયું હતું. સવારથી રાજ્યના છૂટાછવાયા ભાગોમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર(Porbandar rain) અને કચ્છ(Kutch rain) જિલ્લામાં હળવા કમોસમી વરસાદના ઝાપટાં વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ(IMD weather forecast) દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજકોટ સહિત રાજ્યના 15 જિલ્લામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
આજે બપોરે ચાર વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશનમાં હવામાન વિભાગે જણાવ્યું છેકે, આગામી ત્રણ કલાક દરમિયાન એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, પાટણ, જામનગર(Jamnagar weather), રાજકોટ( Rajkot weather), જૂનાગઢ(Junagadh weather), મોરબી( Morbi weather), સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ વરસી શકે છે.
કમોસમી વરસાદ(unseasonal rain)માં ખેડૂતો માટે ગાઇડલાઇન જારી
ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ 1 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરી છે.
માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાં
- કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા.
- આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રોકવું જેથી પાક નુકશાનીથી બચી શકાય.
- ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવો.
- જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.
- APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા.
- APMCમાં અનાજ અને ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા.
- આ ઉપરાંત APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી જેથી નુકશાની અટકાવી શકાય.
