Gujarat Weather Update: ગુજરાતમાં આજે આકરી ગરમીનો અનુભવ થયો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહ્યું હતું. જેના કારણે દિવસે ગરમી અને રાત્રે અકળામણનો અનુભવ થયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી રહ્યું હતું. 39.6 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. સુરેન્દ્રગરમાં પણ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 21 ડિગ્રી સાથે નલિયામાં રાત્રે ઠંડી વર્તાઇ હતી. આગામી સાત દિવસ રાજ્યમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.
ગુજરાતમાં કેવું રહેશે મહત્તમ અને લઘુત્તમ તાપમાન
હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. એટલે કે આજે જે પ્રકારની ગરમી અનુભવાઇ છે તેવી જ ગરમી આગામી સાત દિવસ દરમિયાન અનુભવાઇ શકે છે. છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં સૂકું વાતાવરણ રહ્યું હતું. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું હતું. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન રાજ્યમાં સામાન્ય કરતા ઉંચુ રહ્યું હતું.
કયા શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 39.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.8, ડીસામાં 38.6, ભુજમાં 37.8, અમદાવાદમાં 37.6, વડોદરામાં 37.6, કંડલા પોર્ટમાં 37.6, કેશોદમાં 37.6, અમરેલીમાં 37.5, સુરતમાં 37.2, મહુવામાં 37.2, પોરબંદરમાં 36.9, ભાવનગરમાં 36.8, ગાંધીનગરમાં 36.5, વલ્લભ વિદ્યાનગરમાં 36.5, વેરાવળમાં 35.6, નલિયામાં 35.4, ઓખામાં 31.4, દ્વારકામાં 30.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 21 ડિગ્રી, ડીસામાં 23.3, કેશોદમાં 23.3, રાજકોટમાં 23.6, ભુજમાં 23.8, ગાંધીનગરમાં 23.8, મહુવામાં 23.9, અમરેલીમાં 24, અમદાવાદમાં 24.5, પોરબંદરમાં 24.8, ભાવનગરમાં 25, દ્વારકામાં 25, વડોદરામાં 25.2, વેરાવળમાં 25.4, કંડલા પોર્ટમાં 25.5, વલ્લભ વિદ્યાનગરમાં 25.6, ઓખામાં 25.6, સુરેન્દ્રનગરમાં 26.4, સુરતમાં 26.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
