Gujarat Weather Today: અમદાવાદ સહિત રાજ્યમાં રાત્રે આંશિક ઠંડીનો અનુભવ; બપોરે ગરમી યથાવત, જાણો કયા શહેરમાં કેટલું રહ્યું તાપમાન

હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં મોટા ભાગે કોઇ ફેરફાર થવાની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 05 Oct 2026 07:25 PM (IST)Updated: Mon, 05 Oct 2026 07:25 PM (IST)
gujarat-weather-today-rajkot-hottest-and-amreli-coldest-know-other-cities-temperatures

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વર્તાઇ હતી. જોકે અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રી સુધી રહેતા ગરમીનો અનુભવ થયો હતો. આજે 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 22.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી ઠંડુ શહેર રહ્યું છે.

તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય

હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં મોટા ભાગે કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલ સુપૌલ, રાંચી, રાયપુર, બ્રહ્મપુરી, પરભણી, બારામતી, હરનાઈ પરથી પસાર થઈ રહી છે. આગામી 2-3 દિવસ દરમિયાન મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના વિસ્તારો, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગો તથા તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વધુ વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હાલ નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 37.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.3, અમદાવાદમાં 36.5, વડોદરામાં 36.4, અમરેલીમાં 35.9, ડીસામાં 35.8, ભાવનગરમાં 35.7, સુરતમાં 35.6, ગાંધીનગરમાં 35.4, વલ્લભ વિદ્યાનગરમાં 35.3, કંડલા પોર્ટમાં 35.3, ભુજમાં 34.4, પોરબંદરમાં 32.4, વેરાવળમાં 32.4, નલિયામાં 32.3, ઓખામાં 32.2, દ્વારકામાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન

ગુજરાતના વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 22.2 ડિગ્રી, કેશોદમાં 23.1, રાજકોટમાં 23.2, પોરબંદરમાં 23.3, વડોદરામાં 23.4, ડીસામાં 23.5, ગાંધીનગરમાં 23.5, નલિયામાં 24, ભુજમાં 24.2, વલ્લભ વિદ્યાનગરમાં 24.4, સુરતમાં 24.6, કંડલા પોર્ટમાં 24.6, અમદાવાદમાં 25, ભાવનગરમાં 25, ઓખામાં 25.2, વેરાવળમાં 25.5, સુરેન્દ્રનગરમાં 25.7, દ્વારકામાં 25.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.