Gujarat Weather Update Live: આજે નવસારી અને વલસાડમાં માવઠાની શક્યતા; રાજ્યમાં મહત્તમ પારો ગગડી શકે, જાણો આજનું હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે 29 ઓક્ટોબરના રોજ વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 29 Oct 2026 06:00 AM (IST)Updated: Thu, 29 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-today-live-updates-october-29-2026-unseasonal-rain-likely-in-four-districts-maximum-temperature-may-drop

Gujarat Weather Today Live Updates (29 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં આજથી વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજથી ત્રણ દિવસ સુધી રાજ્યના દરિયાઇ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને માવઠાનો માહોલ રહી શકે છે. ખાસ કરીને નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત આજથી રાજ્યમાં દિવસ દરમિયાન અનુભાવતી ગરમીમાંથી રાહત મળવાના એંધાણ છે. મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 29 ઓક્ટોબરના રોજ વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 30 ઓક્ટોબરે તાપી, ભાવનગર, અમરેલી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં માવઠાની શક્યતા છે. તેમજ 31 ઓક્ટોબરના રોજ નવસારી, ભાવનગર, વલસાડ અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આજથી તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઇ શકે

હવામાન વિભાગના પુર્વાનુમાન અનુસાર, આજથી રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. જેના પગલે રાજ્યમાં દિવસ દરમિયાન અનુભવાતી ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન કોઇ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ખાસ ફેરબદલ જણાયો નથી. લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો તફાવત થયો નથી.

ભુજમાં 38.2 ડિગ્રી રહ્ચું મહત્તમ તાપમાન

ગઇકાલે 28 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં નોંધાયેલા મહત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો આજે ભુજમાં 38.2 ડિગ્રી, પોરબંદરમાં 38, નલિયામા 37.8, રાજકોટમાં 37.3, વેરાવળમાં 37.2, ડીસામાં 36.8, દ્વારકામાં 36.6, સુરેન્દ્રનગરમાં 36.5, કેશોદમાં 36.4, અમરેલીમાં 36.3, સુરતમાં 35.8, ગાંધીનગરમાં 35.6, વડોદરામાં 35.6, વલ્લભ વિદ્યાનગરમાં 35.3, કંડલા પોર્ટમાં 35.2, અમદાવાદમાં 34.9, મહુવામાં 34.6, ભાવનગરમાં 33.9, ઓખામા 32.9 ડિગ્રી મહત્તમ તાપમાન રહી શકે છે.

નલિયામાં રાત્રીનો પારો 19 ડિગ્રી નોંધાયો

લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 19 ડિગ્રી, વડોદરામાં 19.2, મહુવામાં 20.5, કેશોદમાં 21, ડીસામાં 21.5, ગાંધીનગરમાં 21.8, પોરબંદરમાં 22, રાજકોટમાં 22, અમદાવાદમાં 22.2, અમરેલીમાં 22.6, ભાવનગરમાં 22.6, સુરતમાં 23, ભુજમાં 23.6, સુરેન્દ્રનગરમાં 23.6, દ્વારકામાં 24.4, વેરાવળમાં 24.5, કંડલા પોર્ટમાં 25 અને ઓખામાં 25.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટમાં આજે વાદળછાયું વાતાવરણ આંશિક રીતે રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતમાં આંશિક રીતે આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે.