Gujarat Weather Forecast (આજનું હવામાન વરસાદ): અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું શક્તિ ઓમાન તરફ ફંટાયું છે. જેના પગલે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જોકે વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભારે પવન અને દરિયકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, આગામી 10 ઓક્ટોબર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આગામી ત્રણ કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા, જામનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે.
આગામી ત્રણ કલાક માટેની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા અને જામનગર જિલ્લાઓમાં છૂટછાટવાળા સ્થળોએ મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
5 ઓક્ટોબરે હળવા વરસાદની આગાહી
આજનું હવામાનઃ આજે 5 ઓક્ટોબર 2025ના રોજ કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
6 ઓક્ટોબરે હળવા વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 6 ઓક્ટોબર 2025ના રોજ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
7થી 9 ઓક્ટોબરની હવામાનની આગાહી
7થી 9 ઓક્ટોબરેબનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
10થી 11 ઓક્ટોબરની હવામાનની આગાહી
10થી 11 ઓક્ટોબર 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
5 ઓક્ટોબર, 2025 ના રોજ અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 6 ઓક્ટોબર, 2025 ના રોજ પણ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 7 થી 9 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 10 થી 11 ઓક્ટોબર, 2025 દરમિયાન અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી.
સુરતમાં કેવું રહેશે હવામાન?
સુરતમાં 5 થી 9 ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 10 અને 11 ઓક્ટોબરના રોજ સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
વડોદરામાં કેવું રહેશે હવામાન?
5 ઓક્ટોબર 2025ના રોજ વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 6 ઓક્ટોબર 2025ના રોજ વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 7 થી 9 ઓક્ટોબર દરમિયાન વડોદરામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 10 અને 11 ઓક્ટોબર 2025 ના રોજ વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
રાજકોટમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજકોટમાં 5 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 6 ઓક્ટોબરના રોજ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. 10 અને 11 ઓક્ટોબરના રોજ રાજકોટમાં વરસાદની કોઈ સંભાવના નથી.
