Gujarat Weather Live: આજે તાપમાનનો પારો ઉંચો રહી શકે, ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમજ આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યના તામપાનમાં કોઇ મોટો ઉલટફેર થવાની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 04 Nov 2026 06:00 AM (IST)Updated: Wed, 04 Nov 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-today-04-november-2026-temperatures-likely-to-remain-high

Gujarat Weather Forecast Live Updates (04 November 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં આજે પણ તાપમાનનો પારો સામાન્ય કરતા ઉંચો રહ્યો હતો. જેના કારણે ગરમીનું જોર યથાવત રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગઇકાલે 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયામાં ઠંડક અનુભવાઇ હતી.

આજે કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમજ આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યના તામપાનમાં કોઇ મોટો ઉલટફેર થવાની શક્યતા નથી. હવામાન વિભાગના નેશનલ સેન્ટર ફોર વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ અનુસાર, 13 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠું થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં ક્યાંય માવઠું વરસ્યું ન હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચો રહ્યો હતો.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદમાં સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટમાં આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતમાં આજે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.