LIVE BLOG

Gujarat Live News Today: વડોદરામાં દિવાળીના તહેવારો ટાણે પોલીસનું લાયસન્સ વગર વેચાતા ફટાકડા સામે સઘન ચેકિંગ

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 04 Nov 2026 07:11 AM (IST)Updated: Wed, 04 Nov 2026 07:58 AM (IST)
gujarat-live-news-today-3-november-2026-politics-crime-and-city-updates-lb

Gujarat Live News Today, 4 November 2026:દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જામી રહી છે. આ તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અકસ્માત ટાળી શકાય તે હેતુસર વડોદરા શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. ગતરોજ, ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠીયા અને તેમની પોલીસ ટીમ દ્વારા વિસ્તારના મુખ્ય રસ્તાઓ, ભીડભાડવાળી જગ્યાઓ અને બજારોમાં મોડી રાત સુધી સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

04 Nov 2026, 07:57 AM

વડોદરામાં પોલીસનું લાયસન્સ વગર વેચાતા ફટાકડા સામે સઘન ચેકિંગ

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જામી રહી છે. આ તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અકસ્માત ટાળી શકાય તે હેતુસર વડોદરા શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. ગતરોજ, ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠીયા અને તેમની પોલીસ ટીમ દ્વારા વિસ્તારના મુખ્ય રસ્તાઓ, ભીડભાડવાળી જગ્યાઓ અને બજારોમાં મોડી રાત સુધી સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

04 Nov 2026, 07:18 AM

ગુજરાતમાં સરકારી કર્મચારીઓના DAમાં વધારાનો આજે કેબિનેટમાં લેવાઈ શકે નિર્ણય

ગુજરાતના આશરે 4 લાખ સરકારી કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકાના વધારાની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા DA વધારા બાદ, રાજ્યના કર્મચારી સંગઠનોની લાંબા સમયની માંગણીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફાઈલને લીલી ઝંડી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આજે 4 નવેમ્બરે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે, જેના બાદ આ વધારાનો લાભ કઈ તારીખથી મળશે તેની સ્પષ્ટતા થશે.