Gujarat Weather Forecast: આજે જામનગર સહિત સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો 23 સપ્ટેમ્બર સુધી કેવું રહેશે હવામાન

સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલું લો-પ્રેશર હાલમાં તે જ વિસ્તારમાં સક્રિય છે, જેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 17 Sep 2026 03:46 PM (IST)Updated: Thu, 17 Sep 2026 03:46 PM (IST)
gujarat-weather-forecast-rain-alert-in-jamnagar-and-saurashtra-check-latest-imd-weather-report-till-september-23

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ હજી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર પાસે હજી પણ અરબ સાગરમાં એક લો પ્રેશર સક્રિય છે ત્યારે હવામાન વિભાગે આજે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 18થી 23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહી શકે છે.

સૌરાષ્ટ્ર પાસે લો-પ્રેશર એરિયા સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલું લો-પ્રેશર હાલમાં તે જ વિસ્તારમાં સક્રિય છે, જેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ નમેલું છે. આ ઉપરાંત, ચોમાસુ ટ્રફ હાલમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રના લો-પ્રેશર કેન્દ્ર, બીકાનેર, રોહતક, બરેલી, બસ્તી, દેહરી, રાંચી, દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલું છે.

બીજી તરફ, પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી 19 સપ્ટેમ્બરની આસપાસ નૈઋત્યના ચોમાસાની વિદાય માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ઉત્તર થાઈલેન્ડ પર સક્રિય અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 18 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ઉત્તર આંદામાન સમુદ્રમાં પ્રવેશે તેવી શક્યતા છે, જેના પ્રભાવથી 19 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ત્યાં લો-પ્રેશર એરિયા સર્જાશે. આ સિસ્ટમ ધીમે-ધીમે વધુ તીવ્ર બનીને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી આગામી 3 થી 4 દિવસમાં દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ ગતિ કરશે. હાલમાં નીચલા સ્તરે પવનની દિશા દક્ષિણથી દક્ષિણ-પશ્ચિમ તરફની છે. હિમાચલ પ્રદેશ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 17 સપ્ટેમ્બર 2026ના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે મોરબી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

naidunia_image

18 સપ્ટેમ્બરે હળવોથી મધ્યમ વરસા થઇ શકે

18 સપ્ટેમ્બર 2026ના રોજ સાબરકાંઠા, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લામાં ઘણા સ્થળોએ જ્યારે પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

19થી 23 સપ્ટેમ્બર હળવો વરસાદી માહોલ રહેશે

19થી 23 સપ્ટેમ્બર દરમિયાન પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.