Gujarat Weather Live: ગુજરાતમાં આજે હળવો વરસાદી માહોલ રહેશે, સૌરાષ્ટ્ર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય

દરિયાઈ સપાટી પરની મોન્સૂન ટ્રફ સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરના લો પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈને બીકાનેર, ચુરુ, બરેલી, ગોરખપુર, પટના, રાંચી, કોલકાતા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 17 Sep 2026 06:00 AM (IST)Updated: Thu, 17 Sep 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-17-september-2026-imd-alert-light-rain-likely-today-as-system-remains-active-near-saurashtra

Gujarat Weather Forecast Live Updates (17 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસાના વિદાય માટેની અનુકૂળ પરિસ્થિતિ સર્જાઇ છે. જોકે સૌરાષ્ટ્ર પાસે લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં આ પ્રકારનો માહોલ જોવા મળી શકે છે.

મોન્સૂન ટ્રફ સૌરાષ્ટ્ર નજીક સક્રિય

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે 19 સપ્ટેમ્બર 2026 ની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને તેને સંલગ્ન ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલું લો પ્રેશર તે જ વિસ્તારમાં સ્થિર રહ્યું છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ નમેલું છે.

આ ઉપરાંત, દરિયાઈ સપાટી પરની મોન્સૂન ટ્રફ સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરના લો પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈને બીકાનેર, ચુરુ, બરેલી, ગોરખપુર, પટના, રાંચી, કોલકાતા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. ઉત્તર થાઈલેન્ડ પર બનેલું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી સક્રિય છે, જે 18 સપ્ટેમ્બરની સાંજે ઉત્તર અંદમાન સમુદ્રમાં પ્રવેશવાની શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ 19 સપ્ટેમ્બરની સાંજે લો પ્રેશર રચાઈ શકે છે, જે બાદમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને આગામી 3-4 દિવસ દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ વધશે. પ્રદેશમાં નીચલા સ્તરે દક્ષિણથી દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે.

આજે 17 સપ્ટેમ્બરે વરસાદ અંગે શું છે આગાહી

અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.

18થી 22 સપ્ટેમ્બર હળવો વરસાદ થઇ શકે

18થી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

23થી 26 સપ્ટેમ્બર હળવો વરસાદની શક્યતા

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 23થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ખેડા, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 17થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 20થી 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં પવન સાથે છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જયારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં પવન સાથે હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પવન સાથે હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં પવન સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.