Gujarat Weather Live: 24 કલાક બાદ મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે, 29 અને 30 ઓક્ટોબરે માવઠાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાક બાદ રાજ્ય વાતાવરણમાં પલટો આવી શકે છે. 29 અને 30 ઓક્ટોબરના રોજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 28 Oct 2026 06:00 AM (IST)Updated: Wed, 28 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-october-28-2026-temperature-to-drop-by-3-degrees-unseasonal-rain-likely-on-october-29-and-30

Gujarat Weather Forecast Live Updates (28 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતના વાતાવરણને લઇને આજે વાત કરીએ તો 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની બપોરે અનુભવાતી ગરમીમાંથી રાહત મળશે. જોકે રાત્રી દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. 29 અને 30 ઓક્ટોબર દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું આજે આંધ્રપ્રદેશમાંથી પસાર થાય તેવી શક્યતા છે. જ્યારે વાવાઝોડું પસાર થશે ત્યારે પવનની ગતિ 150 કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે.

ગુજરાતમાં બે દિવસ માવઠાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાક બાદ રાજ્ય વાતાવરણમાં પલટો આવી શકે છે. 29 અને 30 ઓક્ટોબરના રોજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આ બે દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઇ શકે છે. 48 કલાક દરમિયાન તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય ત્યાર બાદ મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. જેના પગલે હાલ દિવસ દરમિયાન જે પ્રકારની ગરમીનો અનુભવ થઇ રહ્યો છે તેમાંથી આંશિક રાહત મળી શકે છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

અર્નબ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશમાંથી પસાર થશે

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું અર્નબ અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. આ વાવાઝોડું આજે બાપટલા અને વિશાખાપટ્ટમની વચ્ચેથી પસાર થઇ શકે છે. વાવાઝોડું જ્યારે પસાર થશે ત્યારે પવનની ગતિ 135થી 150 કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે. વાવાઝોડું આંધ્રપ્રદેશમાં પ્રવેશ્યા બાદ તેનું જોર ઘટશે અને ધીમે-ધીમે આગળ વધશે. હવામાન વિભાગ અનુસાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગણામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, વિદર્ભ, મધ્ય પ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે.

39.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

ગઇકાલે 28 ઓક્ટોબરના રોજ નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 39.3 ડિગ્રી, પોરબંદરમાં 38.3, ભુજામં 38, નલિયામાં 38, કેશોદમાં 38, સુરતમાં 37.5, કંડલા પોર્ટમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.3, ડીસામાં 36.7, ગાંધીનગરમાં 36.5, વલ્લભ વિદ્યાનગરમાં 36.3, વડોદરામાં 36.2, મહુવામાં 36.2, અમદાવાદમાં 36.1, અમરેલીમાં 36.1, ભાવનગરમાં 35.8 વેરાવળમાં 35.8, દ્વારકામાં 35.5, ઓખામાં 31.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

18.6 ડિગ્રી સાથે નલિયામાં ઠંડીનો ચમકારો

લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 18.6 ડિગ્રી, મહુવામાં 18.9, વડોદરામાં 20.1, ગાંધીનગરમાં 20.2, પોરબંદરમાં 20.4, રાજકોટમાં 20.6, કેશોદમાં 20.8, અમરેલીમામં 20.8, ભાવનગરમાં 21.8, ડીસામાં 22, અમદાવાદમાં 22.4, સુરેન્દ્રનગરમાં 22.8, ભુજમાં 23.2, સુરતમાં 23.2, કંડલા પોર્ટમાં 23.5, દ્વારકામાં 23.5, વેરાવળમાં 23.8, ઓખામાં 25.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટમાં સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી રહી શકે છે.