Gujarat Weather Forecast: ગુજરાતમાં હજી સાત દિવસ ગરમીમાંથી નહી મળે રાહત, આજે નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, નવસારી, વલસાડ અને ડંગ જિલ્લામાં છૂટછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 02 Nov 2026 02:59 PM (IST)Updated: Mon, 02 Nov 2026 02:59 PM (IST)
gujarat-weather-forecast-no-relief-from-heat-for-7-days-rain-likely-in-navsari-and-valsad-today

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ ગરમીમાંથી રાહત મળે અને ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા જોવા મળતી નથી. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વાવાતવરણમાં પલટો જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક માવઠું થવાની શક્યતા છે. આગામી સાત દિવસ રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ઉલટફેર થશે નહીં એટલે હાલ જે દિવસે ગરમી અને રાત્રે આંશિક ઠંડી છે તેવો જ માહોલ રહી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું મુરાસુ વાવાઝોડું આજે તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે. જે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પરથી પસાર થઇ શકે છે.

આજે દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર, નવસારી, વલસાડ અને ડંગ જિલ્લામાં છૂટછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસ્યો હતો. જ્યારે કચ્છ સહિત રાજ્યના અન્ય ભાગોમાં સૂકું હવામાન રહ્યું હતું. દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં લઘુત્તમ તાપમાન નીચું રહ્યું હતું. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 16.8 ડિગ્રી નોંધાયું હતું.

મુરાસુ વાવાઝોડું આજે તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે

બંગાળની ખાડીમાં સર્જાયેલું મુરાસુ નામનું વાવાઝોડું આજે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન આ વાવાઝોડું 22 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. મુરાસુ વાવાઝોડું ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે. નેલ્લોરે અને નરસાપુરની વચ્ચેથી પસાર થઇ શકે છે. એ સમયે તેની ઝડપ 100થી 120 કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે. આ ઉપરાંત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સ્વરૂપે એક્ટિવ છે. ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. રાજ્યમાં હાલ ઉત્તરપશ્ચિમથી પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાઇ રહ્યાં છે.