Gujarat Weather Live: આજે નવસારી, વલસાડમાં માવઠાની શક્યતા, તાપમાનનો પારો સામાન્યથી ઉપર રહી શકે

હવામાન વિભાગ અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. આજે 2 નવેમ્બરના રોજ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 02 Nov 2026 06:00 AM (IST)Updated: Mon, 02 Nov 2026 06:47 AM (IST)
gujarat-weather-forecast-today-live-updates-november-2-2026-rain-likely-in-saurashtra-and-south-gujarat

Gujarat Weather Forecast Live Updates (02 November 2026) | આજનું હવામાન તાપમાન: માવઠાના માહોલના કારણ સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. જોકે રાજ્યના અન્ય ભાગમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થયો નથી. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરબદલ જોવા મળશે નહી. અર્નબ વાવાઝોડા બાદ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયું છે. મુરાસુ વાવાઝોડું આજે વધુ તીવ્ર બનીને દક્ષિણ આંધ્રપ્રદેશ તરફ આવે તેવી શક્યતા છે.

આજે આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં માવઠાનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. આજે 2 નવેમ્બરના રોજ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ થઇ શકે છે. માવઠાના માહોલ રહેવાના કારણે સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનમાં કોઇ બદલાવ થયો ન હતો. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

રાજકોટમાં ગરમીનો પારો 37 ડિગ્રી રહ્યો

રાજ્યમાં ગઇકાલે 1 નવેમ્બરના રોજ નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો 37 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત નલિયામાં 36.6 ડિગ્રી, ભુજમાં 36.4, પોરબંદરમાં 36.4, સુરતમાં 36, વેરાવળમાં 35.6, કંડલા પોર્ટમાં 35.5, ડીસામાં 35.1, કેશોદમાં 35, દ્વારકામાં 34.8, મહુવામાં 34.6, વલ્લભ વિદ્યાનગરમાં 34.3, વડોદરામાં 34, ગાંધીનગરમાં 33.8, અમદાવાદમાં 33.6, ભાવનગરમાં 33.4, અમરેલીમાં 32.9, ઓખામાં 32.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

18.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ રહ્યું

રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ગઇકાલે 18.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ભુજમાં 21.6 ડિગ્રી, કેશોદમાં 21.7, વડોદરામાં 21.8, ડીસામાં 21.9, અમરેલીમાં 22, પોરબંદરમાં 22.1, રાજકોટમાં 22.4, ગાંધીનગરમાં 22.4, મહુવામાં 22.6, અમદાવાદમાં 22.6, દ્વારકામાં 23.4, ભાવનગરમાં 23.4, કંડલા પોર્ટમાં 23.9, સુરેન્દ્રનગરમાં 24.2, વેરાવળમાં 24.3, ઓખામાં 25.3, સુરતમાં 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

આજે મુરાસુ વાવાઝોડું તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે

હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમમધ્ય બંગાળની ખાડીમાં દક્ષિણપશ્ચિમ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિત મુરાસુ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 27 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. આ જ દિશામાં આગળ વધીને 2 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીના પશ્ચિમમધ્ય પર વધુ તીવ્ર બનીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી પ્રબળ શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને 2 નવેમ્બરથી રાત્રીથી 3જી નવેમ્બરની સવારે નેલ્લોર અને નરસપુર વચ્ચેના દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારાને પાર કરે તેવી શક્યતા છે. એ દરમિયાન પવનની ગતિ 100થી 120 કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે.