Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસું વિદાયને આરે, 2 ઓક્ટોબર સુધી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

હવામાન વિભાગ અનુસાર, આજે 27 સપ્ટેમ્બર 2026ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 27 Sep 2026 03:04 PM (IST)Updated: Sun, 27 Sep 2026 03:04 PM (IST)
gujarat-weather-forecast-monsoon-nearing-withdrawal-no-rain-likely-in-most-districts-till-october-2

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ક્યાંય વરસાદ નોંધાયો નથી. ધીમે-ધીમે ચોમાસું વિદાય લઇ રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઇ શકે છે. હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો નથી પરંતુ વાદળછાયું વાતાવરણ ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ એટલે કે 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાંનો માહોલ રહી શકે છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદ થઇ શકે

હવામાન વિભાગ અનુસાર, આજે 27 સપ્ટેમ્બર 2026ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે. જ્યારે રાજકોટ, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, અમદાવાદ, ખેડા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.

28થી 30 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહીં

28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદ થઇ શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર, મધ્યમ ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા નથી.

1 અને 2 ઓક્ટોબર કચ્છમાં વરસાદ થઇ શકે

1 અને 2 ઓક્ટોબર 2026 દરમિયાન વાવ-થરાદ, બનાસકાંઠા પાટણ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.આ સિવાય સૌરાષ્ટ્ર, મધ્યમ ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા નથી.

ઉત્તર પ્રદેશ પર સર્જાયેલું ડિપ્રેશન નબળું પડ્યું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની વિદાય રેખા હાલમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે. ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની નજીકના દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર સર્જાયેલું ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને નબળું પડ્યું છે અને તે મધ્ય ઉત્તર પ્રદેશના ઉત્તરીય ભાગો પર 'વેલ-માર્ક્ડ લો-પ્રેશર' વિસ્તારમાં ફેરવાયું છે. તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 5.8 km સુધી વિસ્તરેલું છે, જે આગામી 12 કલાકમાં વધુ નબળું પડીને લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે.એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ દરિયાઈ સપાટીથી 7.6 કિ.મી.ની ઊંચાઈએ પશ્ચિમી પવનોના પ્રભાવ હેઠળ સક્રિય છે. હાલમાં નીચલા સ્તરે નૈઋત્યથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.