Gujarat Weather Forecast Live Updates (20 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહ્યું છે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે તેવી સ્થિતિ બની રહી છે. જોકે આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ આગામી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં આ જ પ્રકારનો માહોલ જોવા મળી શકે છે.
4 દિવસમા સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું વિદાય લઇ શકે
હવામાન વિભાગ અનુસાર, ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહ્યું છે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજસ્થાનના વધુ કેટલાક ભાગો, પંજાબ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિ સાનુકૂળ બની રહી છે. નૈઋત્યના ચોમાસાએ ગઇકાલે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ લીધી છે. ચોમાસાની વિદાય રેખા હાલમાં રામગઢ, મોહનગઢ, ફલોદી, ખાજુવાલા પરથી પસાર થઈ રહી છે.
20 સપ્ટેમ્બરે આજે હળવો વરસાદ થઇ શકે
હવામાન વિભાગ અનુસાર, 20 સપ્ટેમ્બર 2026ના રોજ પંચમહાલ,દાહોદ,બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
21થી 25 સપ્ટેમ્બર કેવો રહેશે વરસાદી માહોલ
21થી 25 સપ્ટેમ્બર 2026 દરમિયાન બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે
પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના પૂર્વીય રાજસ્થાન પર હવામાં 3.1 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિવાય ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશથી શરૂ થઈને પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વીય રાજસ્થાન અને ગુજરાત થઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી 3.1 થી 5.8 કિમીની ઊંચાઈ વચ્ચે ટ્રફ લાઈન પણ સક્રિય છે.
ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારમાં હવામાં 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત રહ્યું છે. તેની અસર હેઠળ તે જ વિસ્તારમાં એક લો-પ્રેશર એરિયા સર્જાવાની પ્રબળ શક્યતા છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને 21 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં અને 22 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યારબાદ તે વધુ આગળ વધીને 23 સપ્ટેમ્બરની સવારે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી સંભાવના છે. પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પણ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસ સક્રિય છે. નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પવન સાથે વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
