Gujarat Weather Forecast Live Updates (19 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં ગઇકાલે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ત્યારે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આજે હળવા વરસાદની શક્યતા
આ પણ વાંચો
હવામાન વિભાગ અનુસાર, 19 સપ્ટેમ્બર 2026ના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
20થી 24 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી
20થી 24 સપ્ટેમ્બર 2026 દરમિયાન આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
ઉત્તર ગુજરાત પાસે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેશર ક્ષેત્ર તથા તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે નબળું પડી ગયું છે. હાલમાં વાતાવરણના નીચલા સ્તરે દક્ષિણથી દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે મોન્સૂન ટ્રફ અસ્તવ્યસ્ત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. દરમિયાન, પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી 19 સપ્ટેમ્બર 2026ની આસપાસ નૈઋત્યના ચોમાસાની વિદાય માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે.
આ સાથે જ, બંગાળની ખાડી તરફ નવી હવામાન પ્રણાલી સક્રિય થઈ રહી છે. ઉત્તર થાઈલેન્ડ પર સમુદ્ર સપાટીથી 9.4 કિલોમીટરની ઊંચાઈએ રહેલું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન 19 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ઉત્તર આંદામાન સમુદ્રમાં પ્રવેશે તેવી શક્યતા છે. આ સિસ્ટમની અસરથી 19 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ત્યાં લો-પ્રેશર સર્જાશે, જે ક્રમશઃ વધુ મજબૂત બનીને આગામી 3 થી 4 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ ગતિ કરી દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધશે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં પવન સાથે વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં પવન સાથે વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
