Gujarat Weather Live: આજે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની 18 સપ્ટેમ્બરની આગાહી

આજે 18 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 18 Sep 2026 06:00 AM (IST)Updated: Fri, 18 Sep 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-18-september-2026-imd-alert-light-to-moderate-rain-likely-across-the-state-today

Gujarat Weather Forecast Live Updates (18 September 2026) | આજનું હવામાન વરસાદ: સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સક્રિય લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગ અનુસાર આજે 18 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અન્ય વરસાદી સિસ્ટમની અસરના પગલે આગામી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ રહી શકે છે.

આજે 18 સપ્ટેમ્બરે હળવો વરસાદ થઇ શકે

18 સપ્ટેમ્બર 2026ના રોજ સાબરકાંઠા, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લામાં ઘણા સ્થળોએ જ્યારે પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

19થી 23 સપ્ટેમ્બર હળવોથી મધ્યમ વરસાદની શક્યતા

19થી 23 સપ્ટેમ્બર દરમિયાન પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

24થી 27 સપ્ટેમ્બર કેવો રહેશે વરસાદી માહોલ

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, આગામી 24થી 27 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

સૌરાષ્ટ્ર પાસે અરબી સમુદ્ર પર બનેલું લો-પ્રેશર ક્ષેત્ર હજી પણ સક્રિય

સૌરાષ્ટ્ર અને નજીકના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલું લો-પ્રેશર ક્ષેત્ર હજી પણ સક્રિય છે, જેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. મોન્સૂન ટ્રફ આ લો-પ્રેશર એરિયા, બીકાનેર, રોહતક, બરેલી, બસ્તી, દેહરી, રાંચી, દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. ઉત્તર થાઈલેન્ડ પર બનેલું અપર-એર ચક્રવાતી પરિભ્રમણ 18 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ઉત્તર આંદામાન સમુદ્રમાં પ્રવેશી શકે છે, જેના પ્રભાવથી 19 સપ્ટેમ્બરની સાંજે ત્યાં નવું લો-પ્રેશર ક્ષેત્ર સર્જાઇ શકે છે. આ સિસ્ટમ ક્રમશઃ વધુ તીવ્ર બનીને આગામી 3 થી 4 દિવસમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધશે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને તેની આસપાસ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય છે. હાલમાં નીચલા સ્તરે દક્ષિણથી દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં પવન સાથે વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે અને કેટલાક ભાગોમાં પવન પણ ફૂંકાઇ શક છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પણ પવન સાથે વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં પવન સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.