Gujarat Weather Forecast Live Updates (16 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાત નજીક ખાસ કરીને કચ્છ પાસે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જોકે આજથી ગુજરાતમાં છેલ્લા બે દિવસની સરખામણીએ વરસાદનું જોર ઓછું જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ જોવી મળી શકે છે. 17થી 21 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
આજે 16 સપ્ટેમ્બરે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા
16 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
17થી 21 સપ્ટેમ્બર હળવા વરસાદની શક્યતા
17 અને 18 સપ્ટેમ્બર 2026ના રોજ મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
કચ્છ અને રાજસ્થાન સરહદે લો-પ્રેશર સિસ્ટમ સક્રિય
ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારો પર સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે અરબી સમુદ્ર અને રાજ્યના દરિયાકાંઠાના પટ્ટામાં વાદળો છવાયેલા છે. આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન, કચ્છ અને દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન પર કેન્દ્રિત થઈ છે, જેનું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર અને કચ્છના અખાત સહિતના વિસ્તારોમાં અત્યંત તીવ્ર કન્વેક્શન પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે વરસાદી માહોલ રહી શકે છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ભારે પવન ફૂંકાઇ શકે છે અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
