LIVE BLOG

Gujarat News Today Live: સુરતમાં બ્રાન્ડેડ ડબ્બામાં લૂઝ તેલ વેચવાનું કૌભાંડ, 20.30 લાખ રૂપિયાનો જંગી જથ્થો જપ્ત

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 16 Sep 2026 07:40 AM (IST)Updated: Wed 16 Sep 2026 07:45 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-16-september-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 16 September, 2026 : આગામી તહેવારોની સિઝનમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક મોટા કૌભાંડનો સુરતમાં પર્દાફાશ થયો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ અને સુરત ફૂડ વિભાગની સંયુક્ત ટીમે કામરેજના નવાગામ ખાતે આવેલી 'શિવ ટ્રેડિંગ' નામની ફેક્ટરી પર ત્રાટકીને લૂઝ તેલને વિવિધ ડુપ્લિકેટ બ્રાન્ડ્સના નામે પેક કરીને વેચવાના ગોરખધંધાને ખુલ્લો પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી જયેશ હીરપરા બજારમાંથી સીંગતેલ, કપાસિયા, સોયાબીન અને સનફ્લાવર જેવું લૂઝ તેલ લાવીને તેને 'પર્લ', 'સૌરાષ્ટ્ર' અને 'સનપ્લસ' જેવી અનરજિસ્ટર્ડ બ્રાન્ડ્સમાં રિપેક કરી બજારમાં ઊંચા ભાવે પધરાવતો હતો. આ સપાટામાં અધિકારીઓએ 20.30 લાખ રૂપિયાની કિંમતનો 13734 કિલો જેટલો શંકાસ્પદ તેલનો જંગી જથ્થો જપ્ત કરી લીધો છે. હાલમાં તંત્ર દ્વારા આ ફેક્ટરીને સીલ મારી દઈને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમનાર સંચાલક સામે કડક કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે.

16 Sep 2026, 07:45 AM

સુરતમાં બ્રાન્ડેડ ડબ્બામાં લૂઝ તેલ વેચવાનું કૌભાંડ

આગામી તહેવારોની સિઝનમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક મોટા કૌભાંડનો સુરતમાં પર્દાફાશ થયો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ અને સુરત ફૂડ વિભાગની સંયુક્ત ટીમે કામરેજના નવાગામ ખાતે આવેલી 'શિવ ટ્રેડિંગ' નામની ફેક્ટરી પર ત્રાટકીને લૂઝ તેલને વિવિધ ડુપ્લિકેટ બ્રાન્ડ્સના નામે પેક કરીને વેચવાના ગોરખધંધાને ખુલ્લો પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી જયેશ હીરપરા બજારમાંથી સીંગતેલ, કપાસિયા, સોયાબીન અને સનફ્લાવર જેવું લૂઝ તેલ લાવીને તેને 'પર્લ', 'સૌરાષ્ટ્ર' અને 'સનપ્લસ' જેવી અનરજિસ્ટર્ડ બ્રાન્ડ્સમાં રિપેક કરી બજારમાં ઊંચા ભાવે પધરાવતો હતો. આ સપાટામાં અધિકારીઓએ 20.30 લાખ રૂપિયાની કિંમતનો 13734 કિલો જેટલો શંકાસ્પદ તેલનો જંગી જથ્થો જપ્ત કરી લીધો છે. હાલમાં તંત્ર દ્વારા આ ફેક્ટરીને સીલ મારી દઈને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમનાર સંચાલક સામે કડક કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે.