Gujarat Weather Live: આજે કચ્છ-જામનગર સહિત 6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, ગુજરાત પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી અનુસાર, 15 સપ્ટેમ્બર, 2026ના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 15 Sep 2026 06:00 AM (IST)Updated: Tue, 15 Sep 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-15-september-2026-imd-alert-heavy-rain-in-6-districts-including-kutch-and-jamnagar

Gujarat Weather Forecast Live Updates (15 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં ગઇકાલે ભારે વરસાદ વરસ્યો હતો. આજે પણ રાજ્યમાં મેઘાની જમાવટ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાત પર સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ અને સંકળાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ અને તોફાની દરિયાની આગાહી કરી છે. આ સ્થિતિને પગલે દરિયાકાંઠે 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે, તેમજ તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ જારી કરાયું છે.

ગુજરાત પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય

દક્ષિણ કોંકણ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના આકાશમાં સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરથી લઈને 7.6 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે સક્રિય રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ગુજરાત તેમજ દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર બનેલા લો-પ્રેશર એરિયા સાથે સંકળાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનમાં સંપૂર્ણપણે ભળી ગયું છે. જેના પગલે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર, ગુજરાતના દરિયાકાંઠે, ખંભાતના અખાત, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં છૂટાછવાયાથી તૂટેલા નીચા અને મધ્યમ વાદળો જોવા મળ્યા છે, જેમાં તીવ્રથી અતિ તીવ્ર સંવહન પણ સામેલ છે. જેની અસર રાજ્યના હવામાનમાં જોવા મળી રહી છે.

15 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 15 સપ્ટેમ્બર, 2026ના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

16થી 20 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

16થી 20 સપ્ટેમ્બર, 2026 દરમિયાન દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

21થી 24 સપ્ટેમ્બર વરસાદી માહોલ જોવા મળી શકે

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, આગામી 21થી 24 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત તથા અમદાવાદ, વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાત તેમજ મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને રાજકોટ, જામનગર, ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થવાની પણ શક્યતા છે.

દરિયો તોફાની બની શકે, માછીમારો માટે ચેતવાણી જારી

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે દરિયો ન ખેડવા ચેતવણી જાહેર કરવામાં આવી છે. જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મુળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયો અતિ તોફાની બની શકે છે. ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ જારી કરવામાં આવ્યું છે.