Gujarat Weather Forecast Live Updates (09 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉંચો રહી શકે છે. અમદાવાદમાં પારો 38 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જેના પગલે આકરી ગરમી અનુભવાઇ શકે છે. ગઇકાલે પણ રાજ્યમાં અકળાવી દે તેવી ગરમીનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગે આજે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર ન થવાનું જણાવ્યું છે એટલે કે મોટાભાગના શહેરોમાં મહત્તમ પારો 35થી 38 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
ગુજરાતમાં આજે કેટલું નોંધાશે તાપમાન
હવામાન વિભાગ અનુસાર, આજે 9 ઓક્ટોબર 2026ના રોજ રાજ્યના મોટાભાગના શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા નહીં મળે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. એટલે કે આજે જે પ્રકારની ગરમી અનુભવાઇ છે તેવી જ ગરમી આગામી સાત દિવસ દરમિયાન અનુભવાઇ શકે છે. છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં સૂકું વાતાવરણ રહ્યું હતું. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું હતું. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન રાજ્યમાં સામાન્ય કરતા ઉંચુ રહ્યું હતું.
39.6 ડિગ્રી સાથે રાજકોટ રહ્યું સૌથી ગરમ
હવામાન વિભાગ અનુસાર, ગઇકાલે 8 ઓક્ટોબર 2026ના રોજ રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 39.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.8, ડીસામાં 38.6, ભુજમાં 37.8, અમદાવાદમાં 37.6, વડોદરામાં 37.6, કંડલા પોર્ટમાં 37.6, કેશોદમાં 37.6, અમરેલીમાં 37.5, સુરતમાં 37.2, મહુવામાં 37.2, પોરબંદરમાં 36.9, ભાવનગરમાં 36.8, ગાંધીનગરમાં 36.5, વલ્લભ વિદ્યાનગરમાં 36.5, વેરાવળમાં 35.6, નલિયામાં 35.4, ઓખામાં 31.4, દ્વારકામાં 30.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
21 ડિગ્રી સાથે નલિયા રહ્યું ઠંડુ શહેર
રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 21 ડિગ્રી, ડીસામાં 23.3, કેશોદમાં 23.3, રાજકોટમાં 23.6, ભુજમાં 23.8, ગાંધીનગરમાં 23.8, મહુવામાં 23.9, અમરેલીમાં 24, અમદાવાદમાં 24.5, પોરબંદરમાં 24.8, ભાવનગરમાં 25, દ્વારકામાં 25, વડોદરામાં 25.2, વેરાવળમાં 25.4, કંડલા પોર્ટમાં 25.5, વલ્લભ વિદ્યાનગરમાં 25.6, ઓખામાં 25.6, સુરેન્દ્રનગરમાં 26.4, સુરતમાં 26.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આકાશ સામાન્ય રીતે સ્વચ્છ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આકાશ સામાન્ય રીતે સ્વચ્છ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
