LIVE BLOG

Gujarat News Today Live: ડીસા ST ડેપોમાં રૂ. 3.67 લાખની ગેરરીતિ: કંડક્ટર અને અધિકારીઓ સહિત 4 કર્મચારી સસ્પેન્ડ

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 09 Oct 2026 06:49 AM (IST)Updated: Fri, 09 Oct 2026 06:54 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-09-october-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb
09 Oct 2026, 06:54 AM

ડીસા ST ડેપોમાં રૂ. 3.67 લાખની ગેરરીતિ: 4 કર્મચારી સસ્પેન્ડ

અમદાવાદ ST વિભાગની તપાસ બાદ ડીસા ST ડેપોમાં રૂપિયા 3.67 લાખની ગેરરીતિ મામલે 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કંડક્ટર આર.બી. રબારી પર અન્ય કંડક્ટરોના નામે 12 ઈ-ટિકિટિંગ મશીન લઈ જઈ તેનો દુરુપયોગ કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો હતો. આ મામલે સઘન તપાસ બાદ કંડક્ટર ઉપરાંત ફરજમાં બેદરકારી દાખવવા બદલ પરિવહન અધિકારી વી.એસ. ચૌધરી, વિભાગીય નિયામક એમ.બી. રાવલ અને ઇન્ચાર્જ વહીવટી મદદનીશ એમ.બી. પારેખ સામે પણ વિભાગીય કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.